• Home
  • News
  • ગુજરાતમાં સૌથી વધુ ગરમી ડીસામાં, અમદાવાદ અને ગાંધીનગરમાં અગન જ્વાળાઓ વરસી
post

લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયોએ વતન વાપસીમાં કાળઝાળ ગરમી સહેવી પડી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 08:58:45

અમદાવાદ: સૂર્ય હવે કાળઝાળ થઈને અગનજ્વાળા વરસાવી રહ્યા છે. શહેરના પાંચ શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર કરી ગયો હતો. રાજ્યમાં સૌથી ગરમ શહેર ઉત્તર ગુજરાતનું ડીસા રહ્યું હતું. અહીં 44.9 ડિગ્રી તાપમાન નોધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 44.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે 44.2 ડિગ્રી, અમદાવાદમાં 44.1 અને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેવામાં ગુજરાતથી પોતાના વતન જતાં પરપ્રાંતિયોએ કાળઝાળ ગરમીને સહેવાનો વારો આવ્યો હતો. તેમણે લાઈનોમાં ઊભા રહીને સેકાઈને પોતાના વારાની રાહ જોવી પડી હતી ત્યારે રેલવે સ્ટેશન સુધી પહોંચી શક્યા હતા.


IMD
અમદાવાદ દ્વારા પ્રાપ્ય તાપમાનના આંકડા

શહેર

તાપમાન

અમદાવાદ

44.1

ડીસા

44.9

વડોદરા

42.5

સુરત

34.8

રાજકોટ

42.8

કેશોદ

39.8

ભાવનગર

40.1

પોરબંદર

37.2

વેરાવળ

33.5

દ્વારકા

33.4

ઓખા

34.3

ભુજ

42.9

નલિયા

40

સુરેન્દ્રનગર

44.6

ન્યુ કંડલા

40.5

કંડલા એરપોર્ટ

44.2

અમરેલી

43.2

ગાંધીનગર

44

મહુવા

36.2

દીવ

35.5

વલ્લભવિદ્યાનગર

42.5

 

adv

Related News

post
post
post
post
post
post
post