• Home
  • News
  • દિલ્હી-કપડાંના ગોડાઉનમાં ભીષણ આગ, 9 લોકોનાં મોત
post

દિલ્હીના કિરાડી વિસ્તારમાં કપડાંનાં ગોડાઉનમાં ભોષણ આગ લાગી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-23 13:26:03

નવી દિલ્હી : દિલ્હીના કિરાડી  વિસ્તારમાં કપડાંનાં ગોડાઉનમાં ભોષણ આગ લાગી ગઈ. ઈન્દ્ર એન્ક્લેવમાં બનેલી આ દુર્ઘટનામાં નવ લોકોનાં મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ છે. મળતી માહિતી મુજબ આગ મોડી રાત્રે 12:30 વાગ્યે બિલ્ડિંગના પહેલા માળ પર લાગી. જે સમયે આગ લાગી તે સમયે બિલ્ડિંગમાં લોકો ઊંઘી રહ્યા હતા. આગની જાણ થતાં જ ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ. ઘણા પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવાયો.

પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ચાર માળની આ બિલ્ડિંગના નીચેના ભાગમાં ગોડાઉન છે જ્યાં સૌથી પહેલા આગ લાગી અને એક સિલેન્ડરમાં બ્લાસ્ટ થયો. મૃતકો અને ઘાયલ તમામ લોકો ઉપરના માળે ઊંઘી રહ્યા હતા. આગ લાગતાં તેમને બચીને ભાગવાની પણ તક ન મળી. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાના કારણો વિશે હાલ કંઈ જાણી શકાયું નથી.

નોંધનીય છે કે, આ મહિને 8 ડિસેમ્બરે દિલ્હીના અનાજમંડી વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી જેમાં કુલ 44 કારીગરોનાં મોત થયા હતા. આ ઉપરાંત 15 ડિસેમ્બરે પણ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી જેમાં ત્રણ વૃદ્ધ મહિલાઓના મોત થયા હતા.