• Home
  • News
  • નિર્ભયા કેસ - 24 જાન્યુ.એ નહીં આજે જ થશે દોષી પવનની અરજી પર સુનાવણી
post

નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવન ગુપ્તાની અરજી પર આજે પહેલાં સુનાવણી પાછી ઠેલી દેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-19 12:18:39

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવન ગુપ્તાની અરજી પર આજે પહેલાં સુનાવણી પાછી ઠેલી દેવામાં આવી હતી. પહેલાં દિલ્હી હાઈકોર્ટ 24 જાન્યુઆરીએ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ નિર્ભયાના વકીલ દ્વારા કરવામાં આવેલી અરજી પછી દિલ્હી હાઈકોર્ટે તેમનો નિર્ણય પરત લીધો છે અને હવે આ કેસની સુનાવણી આજે જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પવનના વકીલ એપી સિંહે નવા દસ્વાજે રજૂ કરવાનો સમય માંગ્યો હતો. જેથી કોર્ટે સુનાવણી પાછી ઠેલી દીધી હતી. નોંધનીય છે કે, પવને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની જાતને સગીર ગણાવ્યો હતો. અરજીમાં પવને કહ્યું છે કે, 2012માં તે સગીર હતો અને તેથી તેની સાથે સગીર ન્યાય કાયદા પ્રમાણે વર્તવામાં આવે.

નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મેળવેલા પવન ગુપ્તાએ તેની અરજીમાં દાવો કર્યો છે કે, તે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે તેની સામે ખોટી રીતે કાર્યવાહી કરી છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રાયલ કોર્ટે એક સગીર તરીકેના તેના અધિકારોનું હનન કર્યું છે. તે સમયે તપાસ અધિકારીએ ઉંમરની તપાસ માટે મેડિકલ ચેકઅપ પણ નહતું કરાવ્યું. જોકે તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ અંતર્ગત શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.