• Home
  • News
  • કાવતરું નિષ્ફળ:દિલ્હીમાં જૈશના બે આતંકીની ધરપકડ, મહત્ત્વનાં ઠેકાણાં અને VIP ટાર્ગેટ પર હતાં
post

દિલ્હી પોલીસને આ બંને આતંકીઓ વિશે ઈનપુટ મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-17 12:08:59

દિલ્હીમાં આતંકી કાવતરું નિષ્ફળ થયું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે આતંકીની ધરપકડ કરી છે. આ બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ બંને આતંકીએ દિલ્હીમાં બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું, જે દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.

દિલ્હી પોલીસને આ બંને આતંકીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્યાર પછી બંને આતંકીને પકડવા માટે ટ્રેપિંગ કરવામાં આવ્યું હતું. સોમવારે રાતે 10.15 વાગે જૈશ-એ-મોહમ્મદના બંને આંતકીની સરાયકાલે ખાના મિલિનિયમ પાર્કમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયાર પણ મળી આવ્યાં છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરાયેલા આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા દિલ્હીના સોપોરમાં રહેતા અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામમાં રહેતા અશરફ ખાતાના તરીકે થઈ છે. પોલીસને તેમની પાસેથી બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને 10 લાઈવ કારતૂસ મળી આવી છે.

adv

Related News

post
post
post
post
post
post
post