• Home
  • News
  • શિયાળુ સત્ર-ખેડૂતોની આવક મુદ્દે લોકસભામાં હોબાળો
post

શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને JNUના મુદ્દે હોબાળો થયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-19 12:47:08

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના બીજા દિવસે મંગળવારે સંસદમાં ખેડૂતોની આવક, કાશ્મીરમાં નેતાઓની ધરપકડ અને JNUના મુદ્દે હોબાળો થયો હતો. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી. વિપક્ષે ખેડૂતોની આવક અંગે લોકસભામાં તાનાશાહી બંધ કરોના નારા લગાવ્યા હતા. તો બીજી બાજુ લોકસભામાં વાયુ પ્રદુષણ, ક્લાઈમેટ ચેન્જ અને ચિટફંડ સંશોધન બિલ પર પણ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને BJD સાંસદ પિનાક મિશ્રા બપોર પછી પ્રદુષણનો મુદ્દો ઉઠાવશે.

 મહારાષ્ટ્રના બુલઢાનાના શિવસેના સાંસદ પ્રતાપરાવ જાધવે ગ્રામણી વિસ્તારોમાં પોસ્ટ ઓફિસમાં લોકોનું ખાતું ખોલાવવા અને યોજનાઓના પૈસા પોસ્ટ ઓફિસમાં મોકલવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ઘણી મુશ્કેલી આવી રહી છે અને બેન્કોની વ્યસ્તતા પણ વધી રહી છે. જો આવું કરવામાં આવશે તો પોસ્ટ ઓફિસની સ્થિતી પણ સુધરશે.

 પશ્વિમ બંગાળના જયનગરથી સાંસદ પ્રતિમા મંડલે થર્ડ જેન્ડર માટે સેપરેટ પ્બલિક ટોયલેટ ઉપલ્બ્ધ કરાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, પ્બલિક ટોયલેટ જરૂરી વસ્તુ છે પરંતુ ટ્રાન્સજેન્ડર અને થર્ડ જેન્ડર માટે મુશ્કેલી રૂપ છે. પુરુષ અને મહિલા માટે તો પ્બલિક ટોયલેટ છે પણ તેમના માટે અલગથી નથી.

 ગોરખપુરથી ભાજપ સાંસદ રવિ કિશને કહ્યું કે, જે લોકો આજે અહીંયા વિરોધ કરી રહ્યા છે. તે લોકો બહાર ખેડૂતોના હિતની વાતો કરે છે જ્યારે વાસ્તવિકતા તો એ છે કે આ લોકોએ જ ખેડૂતોને ખતમ કરી દીધા છે. અમે ગોરખપુરમાં ખાંડ ખાવાનું શરૂ કર્યું હતું. હું ખેડૂતનો દીકરો છું. અને ખેતી સાથે જ મોટો થયો છું. દેશ સાથે આ લોકો શું કરવા માંગે છે મને નથી ખબર, યોગીજીને ધન્યવાદ આપવા માંગુ છું કે તેમણે ઘણી બધી ખાંડની મીલો શરૂ કરી.કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, શેરડીના ખેડૂતોને ચુકવણી થાય એ અમારો પણ પ્રયાસ રહે છે. તાત્કાલિક ચુકવણી થાય એવી સરકાર પણ આશા રાખે છે. યુપી સરકાર સાથે બેસીને અમે ઉપાય શોધવાનો પ્રયાસ કરીશું.

 લોકસભા અધ્યક્ષે વિપક્ષે લોકોને સમજાવવા માટે ફરી એક પ્રયાસ કર્યો અને કહ્યું કે, ખેડૂતો સંબંધિત પ્રશ્ન ચાલી રહ્યો છે ચર્ચા ચાલવા જો. પણ તેમ છતા પણ વિપક્ષે નારાબાજી બંધ ન કરી તો, લોકસભા અધ્યક્ષે વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે, પહેલા પરંપરા હશે વેલમાં આવીને આસન સાથે વાત કરવાની પણ હવે નથી. આગળથી આવુ ન કરતા નહીં તો મારે કાર્યવાહી કરવી પડશે.

 કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે કહ્યું કે, ભારત સરકાર જૈવિક ખેતની પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જો આપણે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવી હોય તો આપણે ઘણી વસ્તુઓ એક સાથે જ ચલાવવી પડશે.કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે, ગૃહમાં ખેડૂતો સાથે જોડાયેલી સમસ્યાઓ પર ચર્ચા થઈ રહી છે તેવા સમયે જ વિપક્ષ નારાબાજી કરી રહ્યો છે. આ સાથે જ તેમણે વિપક્ષની નારાબાજી બંધ કરાવવાની અપીલ કરી હતી જેથી ચર્ચામાં દરેક સામેલ થઈ શકે.

 કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ પરાળને ખેતરમાં જ નષ્ટ કરવાના ઉપાયો વિશે જણાવ્યું હતું. આ સાથે જ જૈવિક ખેતીને પ્રોત્સાહન આપનારી ઘણી કૃષિ યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જૈવિક ખેતીની યોજનાઓનો લાભ 15 લાખ ખેડૂતોને મળ્યો છે. જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અમારી સરકાર સતત પ્રયાસ કરી રહી છે.