• Home
  • News
  • અમદાવાદ, વડોદરા-સુરત સહિત રાજ્યની છ મહાનગર પાલિકાની હદમાં વધારો, બોપલ-ઘુમાનો AMCની હદમાં સમાવેશ
post

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના 7 ગામનો સમાવેશ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:26:17

અમદાવાદ: રાજ્યમાં વર્ષના અંતે મહાનગર પાલિકાઓની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાજ્યની તમામ મહાનગર પાલિકામાં નવું સીમાંકન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગરની હદ વિસ્તારમાં વધારો કરતું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ-ઘુમા,ચીલોડા-નરોડા,કઠવાડા, ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુર, બિલસિયા, રણાસણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના 7 ગામનો સમાવેશ કર્યો છે. જેમાં ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ થાય છે.

કઈ મહાનગર પાલિકામાં કેટલા વિસ્તારનો સમાવેશ
અમદાવાદ મહાનગર પાલિકામાં એક નગરપાલિકા અને 7 ગામ,ગાંધીનગર મહાનગર પાલિકામાં 1 નગરપાલિકા,વડોદરા મહાનગર પાલિકામાં 7 ગામ,સુરત મહાનગર પાલિકામાં 2 નગરપાલિકા અને 27 ગ્રામ પંચાયત, રાજકોટ મહાનગર પાલિકામાં 4 ગ્રામ પંચાયત, ભાવનગર મહાનગર પાલિકામાં 1 ગ્રામપંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર મહાનગર પાલિકામાં કયા કયા વિસ્તાર સમાવાયા 
પેથાપુર, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા  હડમાટિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજાનો ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ગુડામાં આવતા તારાપુર, ઉવારસદ, ધોળાકુવા, ઈન્દ્રોડાલવારપુર,શાહપુર, બસાણ ગામના કેટલાક વિસ્તારોને પણ ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવવામાં આવ્યા છે.

સુરતમાં બે નગરપાલિકા અને 27 ગ્રામ પાંચયતનો સમાવેશ
સચીન અને કંસાડ નગરપાલિકાનો સુરત મનપામાં સમાવેશ કરાયો છે. જ્યારે સેગવા સ્યાદ્લા, વસવારી, ગોથાણ, ઉમરા, ભરથાણા કોસાડ, પારડી કાંદે, તલંગપોર, ઉંબેર, કાંદી ફળીયા, ભાટપોર, ભાઠા, ઈચ્છાપોર, ભેસાણ, અસાર્મા, ખટોદરા, વાલક, વેલંજા, અબ્રામાં, ભાદા, કઠોર,ખડસદ, લસકાણા, સનીયાહેમદ, પાસોદરા, કુભારીયા અને સારોલી ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે.

રાજકોટ અને ભાવનગર મહાપાલિકામાં સમાવાયેલા વિસ્તારો
જ્યારે રાજકોટ મહાનગર પાલિકામાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપરનો સમાવેશ કરવામાં આવ્યો. તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં અધેવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કર્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post