• Home
  • News
  • 36 વર્ષના આ ફિનિશરને ટીમ ઈન્ડિયામાં લેવાની ઉઠી માંગ, બની શકે છે રોહિત શર્માનું મોટું હથિયાર
post

IPL 2022 માં આરસીબી માટે એક સ્ટાર પ્લેયરની ભૂમિકા ભજવી છે. તે દમદાર રીતે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. તેવામાં ક્રિકેટ ફેન્સ ફરી તેને ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-09 10:31:20

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આરસીબીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ માટે અનુભવી વિકેટકીપર બેટર દિનેશ કાર્તિક સતત સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. કાર્તિક આરસીબીમાં એક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સ કાર્તિકને ટી20 વિશ્વકપની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. 

કાર્તિકને ટીમમાં સામેલ કરવાની ઉઠી માંગ
આઈપીએલ-2022માં દિનેશ કાર્તિક અનોખી લયમાં જોવા મળ્યો છે. તે શાનદાર રીતે ફિનિશરની ભૂમિકા નિભાવી રહ્યો છે. તેણે પોતાની શાનદાર બેટિંગથી આરસીબીને ઘણી મેચમાં જીત અપાવી છે. આજે સનરાઇઝર્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં દમદાર બેટિંગ કરતા કાર્તિકે માત્ર 8 બોલમાં અણનમ 30 રન ફટકાર્યા હતા, જેમાં ચાર છગ્ગા સામેલ હતા. 

દમદાર ફોર્મમાં છે કાર્તિક
દિનેશ કાર્તિક આઈપીએલમાં પોતાની છાપ છોડી રહ્યો છે. તેણે 11 મેચમાં 244 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદી પણ ફટકારી છે. કાર્તિકે પોતાની ટીમને સતત સંકટમાંથી બહાર કાઢી રહ્યો છે. તેવામાં સોશિયલ મીડિયા પર લોકો કાર્તિકનું સતત સમર્થન કરી રહ્યાં છે.

ટીમ ઈન્ડિયામાં મળશે તક?
આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ રમાવાનો છે. ટીમ ઈન્ડિયાને સારા ફિનિશરની જરૂર પણ છે. તેવામાં ક્રિકેટના જાણકારો અને ફેન્સ દિનેશ કાર્તિકને ટી20ની ટીમમાં સામેલ કરવાની માંગ કરી રહ્યાં છે. કાર્તિક 36 વર્ષનો થઈ ગયો છે. પરંતુ હાલના સમયમાં કાર્તિક જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે, તેવામાં પસંદગીકારો પણ તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી.