• Home
  • News
  • ચીનની બેવડી ચાલ / તિબેટના ઉંચાઈવાળા વિસ્તારોમાં તોપો અને સૈનિકો ગોઠવ્યા, બીજીબાજુ પાકિસ્તાનને હથિયારો વેચી તેની શક્તિ વધારે છે
post

જુલાઈના અંતિમ સપ્તાહમાં ચીને તિબેટમાં 4,600 મીટરની ઉંચાઈ પર આર્ટીલરી ગન ગોઠવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 12:02:04

નવી દિલ્હી: ચીન એક બાજુ ભારતને લદ્દાખના પૂર્વી પ્રદેશ સાથે જોડાયેલી સીમા પર એક યા બીજી રીતે સતત વ્યસ્ત રાખી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાનને અત્યાધુનિક ડિફેન્સ પ્રોડક્ટનું વેચાણ કરીને પાકિસ્તાનની સૈન્ય ક્ષમતાને વધારવામાં મદદ કરી રહ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન ચીન પાસેથી મીડિયમ-રેન્જ, લાંબા સમય સુધી ચાલી શકે તેવા માનવ રહિત એરિયલ વ્હિકલ 'કાઈ હોંગ-4 (CH-4) વ્યાપક પ્રમાણમાં ખરીદી રહ્યું છે.CH-4 ઈરાકની સેના તથા રોયલ જોર્ડનની વાયુ સેનામાં પણ સામેલ છે. ચીને તિબેટના ઉંચાઈવાળા વિસ્તારોમાં આર્ટીલરી ગન (તોપ)નો કાફલો ગોઠવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઈના અંતિમ સપ્તાહમાં જ ચીને તિબેટમાં 4,600 મીટરની ઉંચાઈ પર આર્ટીલરી ગન ગોઠવી છે.

ચીને તિબેટ ક્ષેત્રમાં તેની સૈન્ય શક્તિમાં વધારો કર્યો
ન્યૂઝ એજન્સીના અહેવાલમાં એવી માહિતીનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે ચીન તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટમાં 77 કોમ્બેટ કમાન્ડની 150 લાઈટ કમ્બાઈન્ડ આર્મ્સ બ્રિગેડને ગોઠવી દીધી છે, તે તમામ પ્રકારના શસ્ત્રો ચલાવવામાં નિપૂર્ણતા ધરાવે છે. ચીને તિબેટ ક્ષેત્રમાં સેનાની ઉપસ્થિતિ તો વધારી જ છે તે ઉપરાંત કમ્બાઈન્ડ આર્મ બ્રિગેડને ભારત સાથે જોડાયેલી લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પાસે પણ ગોઠવી છે.

ત્રણ સેક્ટરમાં ચીનની ગતિવિધિ તેજ બની
ચીને NACના ત્રણ સેક્ટરમાં સૈનિક, આર્ટિલરી અને આર્મરને ગોઠવી દીધા છે. તેમા પશ્ચિમી લદ્દાખ, મધ્યમાં (ઉત્તરાખંડ અને હિમાચલ સાથે જોડાયેલી સીમા) તથા પૂર્વમાં (સિક્કીમ અને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી સીમા)નો સમાવેશ થાય છે. ચીન ઉત્તરાખંડમાં લિપુલેખ નજીક આવેલા વિસ્તારમાં પણ સૈનિકોની જમાવટ કરી રહ્યુ છે. અહીં નેપાળ, ભારત અને ચીનની સીમા મળે છે. તે કાળાપાણી ઘાટીનો ભાગ છે.

લાંબા સમયથી ઉકેલ નથી આવી રહ્યો
ભારત અને ચીન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અનેક લશ્કરી તથા રાજદ્વારી સ્તરની વાટાઘાટ બાદ પણ કોઈ જ ઉકેલ આવી રહ્યો નથી. ચીન લદ્દાખના પૂર્વી વિસ્તારમાંથી પોતાની પીછેહઠ કરવાના વચનનું પાલન કરી રહ્યું નથી ત્યારે ભારતીય સેનાએ પણ આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી પોતાનો મોરચો સંભાળી રાખવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ઉપરાંત ચીન પોતાના પક્ષે વચનનું પાલન નહીં કરવા ઉપરાંત સરહદી વિસ્તારોમાં નિર્માણ કાર્યને ઝડપભેર આગળ વધારી રહ્યું છે.


શુ છે વિવાદ
ભારત અને ચીન વચ્ચે વિવાદની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે ચીને LAC પર અનેક વિસ્તારોમાં યથાસ્થિતિમાં ફેરફાર કરતા ભારતીય ક્ષેત્રમાં આવી ગયા. ભારતીય ક્ષેત્રમાં આવી ગયા. ભારતે તેનો વિરોધ કર્યો અને અને ચીન સાથે તમામ સ્તરની બેઠકોના મુદ્દાને ઉઠાવવાની શરૂઆત કરી. ત્યારબાદ ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે 15 જૂનના રોજ હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ આશરે 35 સૈનિક માર્યા ગયા હતા, પણ તેણે ક્યારેય માન્યુ નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post