• Home
  • News
  • તૂટેલા રસ્તા અંગે સરકારને જનતા મેમો:વર્ષે 10 હજાર કરોડનું બજેટ છતાં 80% રસ્તા ખાડાગ્રસ્ત, દર વરસે રસ્તા કેમ તૂટી જાય? જાહેરમાં જવાબ આપો
post

ખાડાના લીધે થતા અકસ્માતોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 09:31:57

ગુજરાતમાં સિઝનનો વરસાદ 100 ટકાને પાર થઈ ગયો. આ સાથે જ ગામેગામ ઠેરઠેર ખાડા પડી ગયા છે. દર વર્ષે કેમ આ દૃશ્યો જોવા મળે છે? ગુજરાતની જનતા એ જાણવા માગે છે કે 10 હજાર કરોડથી વધારેનું બજેટ હોવા છતાં પણ રસ્તા કેમ ખખડધજ બની જાય છે? બજેટમાં માત્ર રસ્તાના રીસરફેસિંગ માટે જ 3600 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતા છતાં રસ્તાની આ હાલત? હાલ રાજ્યના 80% રસ્તા ખખડધજ બની ગયા છે. દેશમાં રસ્તા પર ખાડાના લીધે થતા અકસ્માતોમાં ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. ખરાબ રસ્તા માટે કોણ જવાબદાર છે?

રાજ્યમાં 81000 કિ.મી. રસ્તા, 98% પાકા રસ્તારા જ્યમાં તમામ માર્ગ મળીને કુલ લંબાઇ 81,246 કિમી જેમાંથી 5146 કિમી નેશનલ હાઇવે, 17248 કિમી સ્ટેટ હાઇવે, 20112 કિમી મુખ્ય જિલ્લા માર્ગ, 10259 કિમી અન્ય જિલ્લા માર્ગ, 28481 કિમી ગ્રામ્ય માર્ગો છે. 3655 રસ્તા મલ્ટી-લેન, 15295 ડબલ લેન, 60186 સિંગલ લેન રસ્તા છે. માર્ગો પર 1518 મોટા બ્રિજ છે, 5404 ના બ્રિજ, 106994 જેટલા કોઝ-વે છે. 98 ટકા પાકા રસ્તા છે જ્યારે 2 ટકા જ કાચા રસ્તા છે. રાજ્યના 99.42 ટકા ગામો સુધી પાકા રસ્તા છે. (સ્ત્રોત - સામાજિક-આર્થિક સમીક્ષા 2019-20 અને માર્ગ-મકાન વિભાગની વેબસાઇટ)

એક્સપર્ટ વ્યૂ: ડામરના 2 લેયર ન હોય ત્યારે ધોવાઈ જાય છે, માટી ભરીને ખાડા પૂરવાથી રસ્તા બેસે છેએન્જિનિયરિંગ કોલેજમાં અમારા પ્રોફેસર અમને કહેતા કે રસ્તા લાંબો સમય સુધી સારા રહે તે માટે ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, પહેલું ડ્રેનેજ, બીજું ડ્રેનેજ અને ત્રીજું ડ્રેનેજ. અર્થાત વરસાદી કે અન્ય પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય અને પાણી રોડ પર લાંબો સમય ભરાઇ ન રહે તો રસ્તાનું આયુષ્ય ખૂબ વધી જાય છે. આ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે આરસીસી રોડ. પણ તેનો ખર્ચ વધુ થાય છે. આપણે ત્યાં રસ્તા પર અલગ-અલગ એજન્સી ખોદકામ કરે છે. આ ખોદકામ બાદ સારી રીતે રિપેરિંગ થઇ જાય તે જરૂરી છે. હવે તો એવું ડામર મટીરિયલ મળે છે કે જે ચાલું વરસાદે પણ વાપરી શકાય. હલકી ગુણવત્તાના મટીરિયલથી પણ રસ્તા તૂટે છે. આપણે ત્યાં નાણાંના અભાવે રોડના રિપેરિંગ કે રિસર્ફેસિંગ માટે પહેલેથી જ ઓછું બજેટ આવે છે તેથી આ ક્રસ્ટની જાડાઇ યોગ્ય જળવાતી નથી. ડામરના બે લેયર ન હોય ત્યારે પણ રસ્તા ધોવાઈ જાય છે. માટી ભરીને ખાડા પૂરવાથી રસ્તા બેસી જાય છે. એક કિલોમીટરના રોડ પર માત્ર કપચીનું ઉપલું સ્તર ડેમેજ થયું હોય તો અંદાજે પાંચ લાખ અને સંપૂર્ણ રસ્તાનું ધોવાણ હોય તો અંદાજે ચાર કરોડ રૂપિયાનો ખર્ચ આવે. (ઇજનેરી નિષ્ણાત એચપી જામદાર તથા અન્ય નિષ્ણાતો સાથેની વાતચીતના આધારે)

મેમો પાઠવનાર ગુજરાતની જનતા

·         કસૂરવારનું નામ: ગુજરાત સરકાર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢની પાલિકા, રાજ્યની તમામ પાલિકાઓ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ.

·         કસૂરવારનું સરનામું: મુખ્યમંત્રી કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર તથા જે-તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીઓ, જે-તે જિલ્લા કલેક્ટર કચેરીઓ.

·         જાહેર નોટિસના ભંગનું લોકેશન: સ્ટેટ હાઇવે હસ્તકના 6 હજાર કિમી સહિત કુલ 81000 કિમીના રસ્તા પર છ બાય છ ઇંચથી લઈને 10 બાય દસ ફૂટથી વધુના અગણિત ખાડા.

શહેરોમાં કે હાઇવે પર પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય હોય તો રસ્તાઓ તૂટવાની સમસ્યા નહીં થાય
શહેર હોય, ગામડાં હોય કે નાના રોડ કે હાઇવે હોય, વરસાદ એકાદ બે ઇંચ માંડ વરસે અને રોડ તૂટી જાય તે ગુજરાતમાં જાણે કાયમી બની ગયું છે. રાજ્યના તમામ વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે. જોકે આના લાંબાગાળાના કોઇ ઉકેલ કે ઉપાય માટે સરકાર તરફથી ચાહીને જ જાણે કોઇ વ્યવસ્થા કરાતી નથી. કારણ અનેક હોઇ શકે, પરંતુ દિવ્ય ભાસ્કર માટે આ સમસ્યાના કારણો અને નિરાકરણો જાણવા માટે રોડ અને બાંધકામ ઇજનેરી ક્ષેત્રે ગુજરાતમાં જાણીતા નિષ્ણાત અને ગુજરાત સરકારના ભૂતપૂર્વ અધિકારી એચ. પી. જામદારે આ ખાસ લેખ તૈયાર કર્યો છે.

આપણે જોયું છે કે શહેરોમાં, ગામોમાં કે હાઇવે પર વરસાદી પાણી ભરાય ત્યારે તેના નિકાલના રસ્તા બ્લોક થઇ ગયેલા હોય છે. શહેરોમાં આડેધડ થતો વિકાસ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજના રખરખાવના અભાવે પાણી રોડ પર ભરાઇ રહે છે. આ પાણી ડામરના કોંક્રીટ સાથેના બંધને તોડી નાખે એટલે રસ્તો તૂટે અને તે નીચે જમીનમાં પોલાણ સર્જે તેથી ભૂવા પડે છે.

આ માટેને શ્રેષ્ઠ વિકલ્પ છે આરસીસી રોડ. અલબત્ત તેની પાછળ ખર્ચ વધુ થાય છે પણ જોે બનાવાય તો લાંબા સમય સુધી રસ્તા તૂટતા નથી. સરવાળે તેનું રીપેરિંગ કરવું ન પડે અને આમ પણ નાણાંની બચત થાય છે. રસ્તા સારા રહે તો લોકોના ઇંધણ અને સમયનો પણ બચાવ થાય. પચાસ ટકા મુંબઇ શહેરમાં આરસીસી રસ્તા છે, ત્યાંની સમસ્યા પાણીના નિકાલની જ છે, પણ રસ્તા સારા રહી શકે છે.

બીજું કે આપણે ત્યાં રસ્તા પર અલગ-અલગ એજન્સી ખોદકામ કરે છે. આ ખોદકામ બાદ સારી રીતે રીપેરિંગ થઇ જાય તે જરૂરી છે. જો તે સ્થળે પોલાણ રહેશે તો રસ્તા ખરાબ થશે. હવે તો એવું ડામર મટીરીયલ મળે છે કે જે ચાલું વરસાદે પણ વાપરી શકાય. તેથી ખાડો પડે કે તરત જ રીપેર થાય તો તે ખાડો મોટો નહીં થાય અને વધુ મોટું નુક્સાન થતું અટકશે.

વરસાદને પગલે ભરૂચ શહેરમાં મોટા ભાગના રસ્તાઓ ધોવાઇ ગયા છે. આ તસવીર ભરૂચના નારી કેન્દ્રથી ભોલાવ ફાટક તરફના રસ્તાની છે જ્યાં આખો રસ્તો ખાડાઓમાં તબદીલ થઇ ગયો છે. રસ્તા પર એટલા બધા ખાડા છે કે વાહનચાલકો પોતાની લેન છોડીને ગમે ત્યા વાહન ચલાવવા મજબૂર બન્યા છે જેના કારણે વારંવાર બે વાહનો સામસામે આવી જાય છે.

સુરતના વિવિધ વિસ્તારોમાં પડેલા ખાડાઓના લીધે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલ સામેનો રોડ એટલી હદે તૂટી ગયો છે કે તેમાં રોડ ઓછો અને ખાડા વધુ છે.

વિસનગર શહેરના દિપરા દરવાજાથી વિજાપુર જતા રોડ ઉપર મોટી સંખ્યામાં ખાડા પડી જઇ તેમાં પાણી ભરાઇ રહ્યું હોવાથી વાહનચાલકોને કેવી રીતે નીકળવું તે પણ અેક સમસ્યા ઉભી થઇ છે અને રોજેરોજ વાહનો પટકાવવાના બનાવો પણ બને છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે નેશનલ હાઇવેની શોભા ખાડાં અને ગાબડાં વધારી રહ્યા છે. આવો ય વિકાસ થઇ શકે એ જોવા અહીં એક આટો મારવા જેવો, અહેસાસ થઇ જશે.

લખપત તાલુકાના ઘડુલીથી ગુનેરી તરફ સાયરા ફાટક પાસે ભારે વરસાદના કારણે માર્ગનું ધોવાણ થયું હતું. રસ્તો એટલી હદે ધોવાયો કે સરહદી વિસ્તારનો માર્ગ બંધ થઈ ગયો છે.

અંકલેશ્વરમાં આવેલો સ્ટેશન રોડ જે શહેરનો મુખ્ય રોડ ગણાય છે તેના પર એટલા બધા ખાડા પડી ગયા છે કે ઉંચાઈ પરથી જોતાં તે હાડપીંજર જોવો લાગી રહ્યો છે. વાહન ચાલકો અહીંથી પસાર થતી વખતે પોતાના વાહનને ખાડાથી બચાવવા વ્યર્થ પ્રયાસ કરે છે.

વાપીથી કોપરલી તરફ જતો મુખ્યમાર્ગ ભારે વરસાદનાં કારણે અતિ જર્જરિત થઇ ગયો છે.તેનાં કારણે મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોએ કેવી રીતે પસાર થવું તે સમસ્યા થઈ રહી છે.

રોડ સરફેસમાં 5.5%થી ઓછા ડામરનો ઉપયોગ થયો હોય તો રસ્તા ધોવાઈ શકે: ડો. દેવાંશુ પંડિત
સરકારી નિયમો પ્રમાણે તૈયાર થયેલો રોડ બેસી જવાની શક્યતા નથી. કોન્ટ્રાક્ટરે રોડના સરફેસમાં 5.5 ટકા કરતાં ઓછા બિટ્યુમિન (ડામર)નો ઉપયોગ કર્યો હોવાથી રસ્તાનું ધોવાણ થયું હોઈ શકે. રોડ બેસી જવા માટેનાં કારણો સમજવાં પડશે. રોડ પર કરેલા ખાડામાં પાણી ભરાય તો રોડ તૂટી જશે. ગટરની લાઇનો કટાઈને સડી જાય છે. લાઇનની આસપાસ પાણી પ્રસરે છે અને રસ્તો ત્યાં બેસી જાય છે. કોન્ટ્રાક્ટમાં સુધારા લાવવા પડશે, કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવી પડશે. તેમ બાંધકામ નિષ્ણાત ડો. દેવાશું પંડિતે જણાવ્યું હતું.

રોડ તૈયાર કરવાના માપદંડ

·         250 એમએમ - નદીના કાંકરા

·         200 એમએમ - વોટર મિક્સ્ડ મેકેડમ (કપચી, સ્ટોન ડસ્ટ અને પાણી)

·         65થી 70 એમએમ - ડેન્સ્ડ બિટ્યુમિન મિક્સ (કપચી, ગ્રીટ,ડામર) (4.5 ટકા ડામર જરૂરી)

·         40 એમએમ - બિટ્યુમિનસ કોંક્રિટ - (5.5 ટકા ડામર હોવો જરૂરી છે)

adv

Related News

post
post
post
post
post
post
post