• Home
  • News
  • ટેનિસ:ડોકની ઈજા છતાં જોકોવિચની સીધા સેટમાં જીત, સેરેનાને ત્રણ કલાક સુધી સંઘર્ષ કરવો પડ્યો
post

જેલેના ઓસ્ટાપેન્કોએ યુએસ ઓપનમાંથી નામ પાછું ખેંચ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 11:38:13

નંબર-1 ટેનિસ ખેલાડી સર્બિયાનો નોવાક જોકોવિચ વેસ્ટર્ન એન્ડ સધર્ન ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. ડોકની ઈજાના કારણે તેણે ડબલ્સમાંથી નામ પાછું ખેંછ્યું છે. સિંગલ્સ મેચમાં તેને 2 વાર ડોક્ટરની મદદ લેવી પડી. તેણે લિથુઆનિયાના રિકાર્ડેસ બેરાનકિસને સીધા સેટમાં 7-6, 6-4થી હરાવ્યો. બ્રિટનના એન્ડી મરેએ જર્મીના એલેક્ઝેન્ડર ઝ્વેરેવને ત્રણ સેટમાં હરાવ્યો. 3 વર્ષ પછી મરેએ ટોપ-10 ખેલાડી પર જીત મેળવી છે. મરેએ 6-3, 3-6, 7-5થી વિજય મેળવ્યો. મહિલા સિંગલ્સમાં 2 વખતની ચેમ્પિયન સેરેના વિલિયમ્સ અને જાપાનની નાઓમી ઓસાકાને 3 કલાક સંઘર્ષ કરવો પડ્યો.

જેલેના ઓસ્ટાપેન્કોએ યુએસ ઓપનમાંથી નામ પાછું ખેંચ્યું છે. તેણે શિડ્યુલમાં ફેરફારનું કારણ આગળ ધરીને નામ પાછું ખેંચ્યું છે. મહિલા રેન્કિંગમાં ટોપ-50માંથી અત્યાર સુધી 14 ખેલાડીએ નામ પાછા ખેંચ્યા છે. ઓસ્ટાપેન્કો 2017ની ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન છે.