• Home
  • News
  • મોંઘી સવારી:4800 ભાડું છતાં સી-પ્લેનમાં ચા કે નાસ્તો પણ અપાશે નહીં, ઓછી ઊંચાઈએ ઊડતા સી-પ્લેનમાં કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ હોતી નથી
post

મુંબઈ-દિલ્હીની ફ્લાઇટમાં 2500-3000 ભાડું હોય છે છતાંય ચા-નાસ્તો ઓફર કરાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 09:17:55

અમદાવાદથી મુંબઈ કે દિલ્હી જવું હોય તો ફ્લાઈટનું ભાડું 2500થી 3000 છે, સાથે ફ્લાઈટમાં પેેસેન્જરોને ચા-નાસ્તા મળે છે. એની સામે અમદાવાદથી કેવડિયા સુધીની 220 કિલોમીટરની સી-પ્લેનની મુસાફરી માટે ભાડું 4800 છે અને એમાં ચા-નાસ્તાની સુવિધા નહીં મળે. એરલાઈન્સના અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે એક કલાકથી ઓછી મુસાફરી દરમિયાન ચા-નાસ્તાની સુવિધા આપવામાં આવતી નથી. સી-પ્લેન નાનું હોવાથી તેમાં અન્ય એરક્રાફ્ટની જેમ ટ્રોલી રાખવી શક્ય નથી. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ)ના એમડી કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે સી-પ્લેનમાં કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ન હોવાની સાથે એ ઓછી ઊંચાઈ પર ઊડતું હોવાથી એનું સંપૂર્ણ નિયંત્રણ પાઇલટના હાથમાં જ હોય છે.

અમદાવાદ આવેલું સી-પ્લેન 50 વર્ષ જૂનું હોવાનો દિવ્ય ભાસ્કરમાં મંગળવારે છપાયેલા અહેવાલ વિશે પુછાયેલા સવાલના જવાબમાં ગુજસેલના એમડી કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે સી-પ્લેનનું આયુષ્ય લાંબું હોય છે અને જો કોઈ પાર્ટ ખરાબ થાય કે એ એમાં કોઈ ખામી સર્જાય તો મોડ્યુલર પ્લેન હોવાથી સરળતાથી સ્પેર પાર્ટ્સ બદલી શકાય છે. વધુમાં, તેમાં બે એન્જિન હોવાથી આકસ્મિક સમયે કે ટેક્નિકલ સમસ્યા સર્જાય ત્યારે એક એન્જિનથી પણ સી-પ્લેનને ઉડાડી શકાય છે અને નજીકના તળાવ, નદી કે નાળામાં તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવી શકાય છે. ગુજસેલ ફાયર સિસ્ટમ ન ગોઠવે ત્યાં સુધી મ્યુનિ. ફાયરબ્રિગેડ રેસ્ક્યૂ અને ફાયરની જવાબદારી સંભાળશે.

સી-પ્લેનનું સંભવિત સમયપત્રક

રિવરફ્રન્ટથી

કેવડિયા

8.00 વાગે

8.45 વાગે

10.30 વાગે

11.15 વાગે

1.30 વાગે

2.15 વાગે

4.00 વાગે

4.45 વાગે

કેવડિયાથી રિવરફ્રન્ટ

કેવડિયાથી

રિવરફ્રન્ટ

9.15 વાગે

10.00 વાગે

11.45 વાગે

12.30 વાગે

2.45 વાગે

3.30 વાગે

5.15 વાગે

6.00 વાગે

ટેકઓફ-લેન્ડિંગ સૌથી મોટો પડકાર હોય છે
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી 31 ઓક્ટોબરે સી-પ્લેન સેવાનો પ્રારંભ થશે. અમદાવાદ આવી પહોંચેલા ટ્વિન ઓટ્ટર સી-પ્લેનનું ઉચ્ચ અધિકારીઓ સાથે મંગળવારે ટ્રાયલ લેવામાં આવી હતી. બે એન્જિન અને 1419 લીટર ઈંધણની ક્ષમતા અને 3377 કિ.ગ્રા. વજન ધરાવતું આ સી-પ્લેન મહત્તમ 5670 કિ.ગ્રા. વજન સાથે ઊડી શકે છે. એ 15.77 મીટર (51 ફૂટ) લાંબું અને 5.94 મીટર(19 ફૂટ) ઊંચું છે.

ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ)ના એમડી કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે સી-પ્લેન દર કલાકે 272 કિલોગ્રામ બળતણ વાપરે છે. આ સી-પ્લેન અન્ય પેસેન્જર પ્લેન કરતાં અલગ હોય છે. સામાન્ય એરક્રાફ્ટ સંપૂર્ણ કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે. પાઇલટ માટે લેન્ડિંગ-ટેકઓફ મુખ્ય કામગીરી હોય છે. સી-પ્લેનમાં કમ્પ્યુટર કંટ્રોલ સિસ્ટમ ન હોવાની સાથે એ ઓછી ઊંચાઈ પર ઊડતું હોવાથી એનું સંપૂર્ણ નિયંત્રણ પાઇલટના હાથમાં જ હોય છે. એનું ટેકઓફ અને લેન્ડિંગ પ્રવાહીની સપાટી પર હોવાથી એને નિયંત્રણમાં રાખવું વધુ પડકારજનક હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post