• Home
  • News
  • અજિત પવાર બાદ ફડણવીસે CM પદેથી રાજીનામું આપ્યું, કહ્યુ- અમારી પાસે બહુમત નથી
post

મહરાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં જોરદાર વળાંક આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ પોતાના પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 16:27:28

મુંબઈ : મહરાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં જોરદાર વળાંક આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ પોતાના પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. આ વાત ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરીને કહી. તેઓએ કહ્યુ કે, અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. ફડણવીસે કહ્યુ કે, અમે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપીશું.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અજિત પવારે કહ્યું કે સરકાર બનાવવા માટે અમે તમારો સાથ આપીશું જેથી સ્થાયી સરકાર બની શકે. પરંતુ જ્યારે બહુમત સાબિત કરવાની વાત આવી તો અજિત પવારે મને મળી કહ્યુ કે ગઠબંધન ચાલુ ન રાખી શકું અને અલગ થવાની વાત કહી. તેઓએ કહ્યુ કે, હવે અમારી પાસે બહુમત નથી.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અમે આશા છે કે નવી સરકાર સારું કામ કરશે. અમે વિપક્ષના રૂપમાં પોતાનું કામ કરીશું. તેઓએ કહ્યુ કે, શિવસેના નેતા લાચારીમાં સોનિયા ગાંધીની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, ત્રણ પૈડાવાળી સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, શિવસેના તે વાયદાઓ લઈને જીદ પર ઉતરી હતી જે અમે ક્યારેય કર્યા નહોતા. ફડણવીસે કહ્યુ કે, બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ હૉર્સ ટ્રેડિંગ નહીં કરે. અમારી પર જે હૉર્સ ટ્રેડિંગના આરોપ લગાવે છે તઓ આખો તબલો જ ખરીદી લે છે.

દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની જાહેરાત બાદ કૉંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કર્યુ કે, જે નુકસાન તેઓએ સત્તા મેળવવા માટે બંધારણ અને દેશની મોટી સંસ્થાઓને પહોંચાડ્યું છે, તેને ઠીક થવામાં દશકો લાગશે.