• Home
  • News
  • દેવાસ, નાસિકના પ્રેસમાં દોઢ મહિનાથી ચલણી નોટો છાપવાનું બંધ
post

દેવાસમાં 52.5 કરોડ નોટ ન છપાઇ શકી, પેપર તૈયાર કરતું હોશંગાબાદ પ્રેસ પણ બંધ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:14:21

દેવાસ: મધ્ય પ્રદેશના દેવાસ સ્થિત બેન્ક નોટ પ્રેસમાં દોઢેક મહિનાથી નોટો છાપવાનું બંધ છે. આ દરમિયાન અહીં અંદાજે 52.5 કરોડ નોટ ન છપાઇ શકી. મહારાષ્ટ્રના નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસમાં પણ નોટો છાપવાનું બંધ છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ સ્થિત પ્રેસમાં નોટનો કાગળ તૈયાર કરવાનું કામ પણ બંધ છે. કેન્દ્ર સરકારે ફેક્ટરીઓ શરૂ કરવાની માર્ગદર્શિકા તો ઘડી કાઢી છે પણ બેન્ક નોટ પ્રેસમાં કામ શરૂ થઇ શક્યું નથી. દેવાસ બીએનપીમાં વાર્ષિક 420થી 450 કરોડ નોટ છાપવાનો ટાર્ગેટ છે. પ્રેસના એચઆર હેડ વી. કે. મહારિયાએ જણાવ્યું કે લૉકડાઉન બાદથી નોટો છપાઇ શકી નથી. સ્ટોકમાં છપાયેલી કરન્સી તંત્રના આદેશાનુસાર અહીંથી મોકલી દેવાઇ છે. ખાતાકીય સ્તરે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં નોટોનું પ્રિન્ટિંગ શરૂ થઇ શકે છે. 


પડોશી જિલ્લા ઇન્દોર અને ઉજ્જૈન પણ રેડ ઝોનમાં
ઉલ્લેખનીય છે કે બીએનપીમાં અંદાજે 1100 કર્મચારી છે. દેવાસ રેડ ઝોનમાં છે. પડોશી જિલ્લા ઇન્દોર અને ઉજ્જૈન પણ રેડ ઝોનમાં છે. પ્રેસના ઘણા અધિકારી-કર્મચારી ત્યાંથી જ આવે છે. પ્રેસના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લૉકડાઉન હજુ એક મહિનો લંબાશે તો નોટોની અછતથી દેશમાં નોટબંધી જેવી સ્થિતિ સર્જાશે. તેવું ન થાય તે માટે 24 કલાક નોટો છાપવા સાથે વિમાનમાં નોટો મોકલવી પડે. 

adv

Related News

post
post
post
post
post
post
post