• Home
  • News
  • ઓલટાઇમ ઈન્ડિયન T20 ટીમમાં ધોનીને સ્થાન નહિ:ભારતને T20માં વર્લ્ડ કપ જિતાડનાર એકમાત્ર કેપ્ટન, 4 IPL ટ્રોફી અને 2 CL T20 પણ જિતાડી
post

મેગેઝિને દરેક જગ્યાનું એનાલિસિસ કર્યું હતું. તેમણે નંબર-7ની પોઝિશન કાર્તિકને દેવા પર ખુલાસો કર્યો હતો કે 'T20 વર્લ્ડ કપ જિતાડનાર કેપ્ટન ધોનીને બહાર રાખવું અઘરું હતું.'

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-12 18:44:34

ક્રિકેટના બાઇબલના નામે જાણીતા વિઝડન મેગેઝિને ઈન્ડિયાની ઓલટાઇમ T20 ટીમ બનાવી છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમવા ગયેલી ટીમના 7 ખેલાડીને વિઝડનની આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે T20માં ભારતને એકમાત્ર વર્લ્ડ કપ જિતાડનાર લેજન્ડરી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં જગ્યા મળી નથી. વિકેટકીપરમાં દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન મળ્યું છે.

વિઝડને જાહેર કરેલી ટીમ ઈન્ડિયાની T20ની ઓલટાઇમ ઇલેવન

1. રોહિત શર્મા

2. વિરાટ કોહલી

3. સૂર્યકુમાર યાદવ

4. યુવરાજ સિંહ

5. હાર્દિક પંડ્યા

6. સુરેશ રૈના

7. દિનેશ કાર્તિક (વિકેટકીપર)

8. આર. અશ્વિન

9. ભુવનેશ્વર કુમાર

10. જસપ્રીત બુમરાહ

11. આશિષ નેહરા

12. વિરેન્દ્ર સેહવાગ

વિઝડનની દલીલ - શરૂઆતના ખેલાડીઓની આજના પ્લેયર્સ સાથે તુલના કરવી શક્ય નથી
મંગળવારે રાત્રે ટીમની જાહેરાત કરતી વખતે વિઝડને લખ્યું, 'કોઈપણ ધોરણ અનુસાર ટીમ પસંદ કરવી સરળ નથી. દરેક જગ્યાએ સ્પર્ધા છે. આ ફોર્મેટના શરૂઆતનાં વર્ષોના સ્ટાર્સની સરખામણી આજના ખેલાડીઓ સાથે કરવી સરળ નથી, જે દર વર્ષે IPL રમવામાં 2 મહિના પસાર કરે છે.' અહીં સૌથી મોટી ગેરહાજરી એમએસ ધોનીની છે, જેણે ભારતનો એકમાત્ર T20 વર્લ્ડ કપ જિતાડ્યો છે.

ઓસ્ટ્રેલિયા ગયેલા 7 પ્લેયર્સને ઓલટાઇમ ઇલેવનમાં સ્થાન મળ્યું છે
વિઝડનની ઓલટાઇમ T20માં સામેલ 12 ખેલાડીમાંથી 7 ખેલાડી ઓસ્ટ્રેલિયામાં 4 દિવસ પછી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જ્યારે 4 ખેલાડી 2007ની વર્લ્ડ ચેમ્પિયન ટીમમાંથી પસંદ કરવામાં આવ્યા હતા. વર્તમાન વર્લ્ડ કપ ટીમની વાત કરીએ તો રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), આર. અશ્વિન, ભુવનેશ્વર કુમારનું નામ છે, જ્યારે 2007ના વર્લ્ડ ચેમ્પિયન યુવરાજ સિંહ, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા અને દિનેશ કાર્તિકને પસંદ કરવામાં આવ્યા છે.

એક્સપર્ટે કહ્યું- જાડેજા-ધોની ટીમમાં હોવા જોઈતા હતા, સૂર્યાનું સિલેક્શન સમજની બહાર છે
ભાસ્કરે દીપક ચાહરના કોચ લોકેન્દ્ર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "મને લાગે છે કે આ ટીમમાં માત્ર એક જ ખામી છે અને તે છે ધોની અને જાડેજાની ગેરહાજરી! ઓલટાઇમ T20 ઇલેવનમાં સૂર્યકુમારની પસંદગી પણ મારી સમજની બહાર છે. જો આપણે T20 થિયરીની વાત કરીએ તો T20માં એક પ્રભાવશાળી ખેલાડી, જે તમારી મેચો જીતી શકે છે. એ અર્થમાં ધોનીએ ઘણી મેચો જીતી છે. બીજું, સૂર્યકુમાર નવોદિત ખેલાડી છે, પણ તેને ઓલટાઇમ ઇલેવનમાં સ્થાન મળી જાય એ ખબર નહિ પડતી. હા, એમાં કોઈ શંકા નથી કે તે સારો ખેલાડી છે."

માહીને જગ્યા કેમ નહિ?
મેગેઝિને દરેક જગ્યાનું એનાલિસિસ કર્યું હતું. તેમણે નંબર-7ની પોઝિશન કાર્તિકને દેવા પર ખુલાસો કર્યો હતો કે 'T20 વર્લ્ડ કપ જિતાડનાર કેપ્ટન ધોનીને બહાર રાખવું અઘરું હતું.'

3 પોઇન્ટ્સમાં સમજીએ કે ધોનીને બહાર રાખવાનું કારણ...

·         કાર્તિકે ટીમમાં ફરી સ્થાન મેળવ્યું અને તેણે ફિનિશર અને વિકેટકીપરનો રોલ સારી રીતે નિભાવ્યો.

·         તેની પાસે આ ફોર્મેટમાં સૌથી વધુ અનુભવ છે. કાર્તિકે ટીમ ઈન્ડિયા તરફથી પહેલા T20 મેચ રમી હતી અને 2022ના વર્લ્ડ કપમાં પણ સ્થાન મેળવ્યું છે.

·         IPLની ગત સીઝનમાં તેણે વિકેટકીપર અને ફિનિશરનો રોલ બખૂબી રીતે નિભાવ્યો હતો.