• Home
  • News
  • સુરતમાં ડાયમંડ એસો. સંચાલિત ગર્લ્સ સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા 3 શ્રમિક દટાયા, હોસ્પિટલ પહોંચે એ પહેલાં બેનાં મોત, પરિવારનું આક્રંદ
post

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-15 17:35:52

સુરતમાં ધારૂકા કેમ્પસમાં આવેલી સુરત ડાયમંડ એસોસિયેશન સંચાલિત ગર્લ્સ સ્કૂલમાં સ્લેબ ઉતારવાની કામગીરી ચાલી હતી. જો કે, અચાનક સ્લેબ ધરાશાયી થતા ત્રણ શ્રમિક કાટમાળ હેઠળ દટાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ હાથ ધરી ચારેયને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, બે શ્રમિક હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોતને ભેટ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. હોસ્પિટલમાં મૃતકોના પરિવારે આક્રંદ કરતા ગમગીની છવાઈ ગઈ હતી.

સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારવાનું કામ ચાલતું હતું
સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિક ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

કોન્ટ્રાક્ટર ત્રણેય શ્રમિકને મૂકીને ગયા હતા
સ્મીમેર અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર લોકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post