• Home
  • News
  • શું સરકારે જ UGCના નિયમો નેવે મૂક્યા?:ગુજરાત યુનિ.ના સેનેટ સભ્ય તરીકે ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરાતાં વિવાદ; ઉંમરના ખોટા પુરાવા ઊભા કર્યોનો આક્ષેપ
post

આગામી દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-14 17:33:35

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે સરકાર દ્વારા એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરવામાં આવી છે. UGC એક્ટ મુજબ સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પરંતુ અમિત શાહની ઉંમર 64 વર્ષની હોવા છતા ખોટા પુરાવાના આધારે તેની નિમણૂક કરવામાં આવી હોવાના આક્ષેપો હાલ થઈ રહ્યાં છે. આ મામલે NSUI નેતાએ જણાવ્યું છે કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં જમાં કરાવેલા એફિડેવિટ પ્રમાણે તેની ઉંમર UGCના નિયમથી વધુ છે. સરકારે ખોટા પુરાવાના આધારે નિમણૂક કરી છે.

સેનેટ સભ્ય તરીકે નિમણૂક થતાં જ વિવાદ
આ અંગે NSUI દ્વારા રાજ્યપાલને ફરિયાદ કરીને જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની નિમણૂક કરવામાં આવી છે. સેનેટ સભ્યની ઉંમર 62 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અમિત શાહ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટ કરવામાં આવ્યું, ત્યારે તેમની ઉંમર 63 વર્ષ દર્શાવવામાં આવી હતી. તો તેમની ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે નિમણૂક કેવી રીતે કરવામાં આવી?

ખોટા પુરાવા ઊભા કરાયાનો આક્ષેપ
ધારાસભ્ય અમિત શાહ દ્વારા રાજ્યપાલ સમક્ષ ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા હોય અથવા ચૂંટણીના એફિડેવિટમાં તેમની ઉંમર ખોટી દર્શાવી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ખોટી નિમણૂક થઈ છે તો તેમને તાત્કાલિક બરતરફ કરવામાં આવે.

2022ની ચૂંટણીના એફિડેવિટમાં ઉંમર 63 વર્ષ હતીઃ NSUI
આ અંગે NSUIના નેતા સંજય સોલંકીએ જણાવ્યું હતું કે, UGCનો નિયમ છે કે જેની ઉંમર 62 વર્ષથી વધુની હોય તે સિન્ડિકેટ કે સેનેટનું પદ ન ભોગવી શકે. તેમાં છતા આ ભાજપની અહંકારી સરકારે ધારાસભ્ય અમિત શાહ જેમણે તેમણું એફિડેવિટ 2022ની વિધાનસભાની ચૂંટણી આપ્યું હતું, ત્યારે તેમની ઉંમર 63 વર્ષ બતાવી હતી. હાલમાં તેમની ઉંમર 64 વર્ષની થાય છે. તેમ છતા તેમને ગેરકાયદેસર રીતે યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સેનેટ સભ્ય રદ કરવા રાજ્યપાલને રજૂઆત
આ મામલે અમે 12 તારીખે રાજ્યપાલને મેઈલ કરીને રજૂઆત કરી છે. અમે રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે કે, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની ખોટી નિમણૂક થઈ છે તો તેમની સેનેટ સભ્ય તરીકેની નિમણૂક રદ કરવામાં આવે અને પગલાં લેવામાં આવે. આગામી દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

તેમને જે કરવું હોય એ કરેઃ અમિત શાહ
આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, આક્ષેપ થયા, હવે તેમને જે કરવું હોય એ કરે. હું અત્યારે બહાર છું આવીને તપાસ કરીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post