• Home
  • News
  • પ્રશાંતની અંગત ગણાતી શિષ્યા દિશા જોન ઝડપાઈ, 5 વર્ષમાં 12વાર દુષ્કર્મ કર્યાની કિશોરીએ ફરિયાદ કરી હતી
post

પાખંડી પ્રશાંતનો ટ્રાન્સફર વોરન્ટથી કબજો લેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-02 09:38:31

બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે 2013થી 2017 ના 5 વર્ષમાં તેની સેવામાં રહેલી કિશોરી પર 12 વખત દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ પોલીસે પ્રશાંતની ખાસ શિષ્યા દિશા જોનની ઝડપી લીધી હતી.પ્રશાંત ભૂતકાળમાં તેની સામે નોંધાયેલી દુષ્કર્મ અને ઠગાઇની ફરિયાદના કેસમાં જેલની હવા ખાઇ રહ્યો છે. આ કેસમાં પૂછપરછ કરવા પોલીસે તેનો જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટ દ્વારા કબજો લેવાની તજવીજ શરૂ કરી છે.

પીડિતાએ પ્રશાંતની અંગત ગણાતી 3 શિષ્યા દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા તથા ઉન્નતિ જોશી પણ તેના આ કૃત્યોમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. દુષ્કર્મના કેસમાં પ્રશાંતની ખાસ શિષ્યા ગણાતી દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોનને ગોત્રી પોલીસે રવિવારે સાંજે વાઘોડિયા-ડભોઇ રોડ પર કાન્હા ગોલ્ડના તેના ઘરમાંથી ઝડપી લીધી હતી. દીક્ષા જસવાની ઉર્ફે સીમા હાલ દુબઇ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે ઉન્નતિ જોષીની માહિતી ન મળતાં તપાસ શરૂ કરાઈ હતી.

5 વર્ષના ગાળામાં પોતાની સાથે કરાયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં કિશોરીએ પોલીસને જણાવ્યું કે, વેકેશનમાં તે પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી હતી. પ્રશાંતે તારા શરીરમાં દૈવી શક્તિનું સ્થાપન કરીશ, તેમ કહ્યું હતું. દિશા અને દીક્ષાએ તેને પ્રશાંત પાસે મોકલી હતી. જ્યાં પ્રશાંતે બે વખત દુષ્કર્મ કર્યું હતું. દિશા જોન, દીક્ષા અને ઉન્નતિ જોશી પણ ત્યાં નીચે હોવા છતાં તે બચાવવા આવી ન હતી. તેની સાથે 5 વર્ષમાં 12 વખત દુષ્કર્મ કરાયું હતું. ગોત્રી પીઆઇ એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવાની પ્રક્રીયા શરૂ કરાઈ છે.

5 કરોડની ઠગાઇની ફરિયાદો થઇ હતી
પ્રશાંત સામે 4 માસમાં ઠગાઇની 3થી વધુ ફરિયાદો થઇ હતી, જેમાં તેના ખાસ ગણાતા શિષ્ય બિલ્ડરે પ્રશાંતે 5 કરોડથી વધુ રકમની ઠગાઇ કરી હોવાની ફરિયાદ કરી હતી. મકાનના રિનોવેશન માટે લીધેલા પૈસા તથા મોંઘી ચીજો ખરીદી પૈસા ન આપી 5 કરોડથી વધુ રકમની ફરિયાદ કરી હતી. આણંદના વેપારીએ પણ પ્રશાંત સામે 7 લાખની ઠગાઇની ફરિયાદ આણંદ પોલીસમાં કરી હતી જ્યારે વિદ્યાનગરના રેડીમેડ કપડાના વેપારીએ પણ પ્રશાંત સામે 33 લાખની ઠગાઇની ફરિયાદ કરી હતી.

ત્રણેય શિષ્યાઓ પ્રશાંતની ખાસ
કિશોરીએ પોલીસ સમક્ષ પ્રશાંતની શિષ્યાઓ દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા (બંને કાન્હા ગોલ્ડ,વાઘોડિયા ડભોઇ રોડ) તથા ઉન્નતિ જોશી સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post