• Home
  • News
  • વિધાનસભાનું ચોમાસુ સત્ર:ગૃહમાં સિનિયર MLAને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાતા નારાજગી, કેટલાક જુનિયર હોવા છતાં ગૃહમાં સ્થાન અપાયું
post

પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કેટલાક ધારાસભ્યો ડિસિપ્લિન પણ ભૂલ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-22 12:04:45

વિધાનસભા ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ નવી બેઠક વ્યવસ્થા મુદ્દે ભાજપના ધારાસભ્યોમાં કચવાટ જોવા મળ્યો હતો. જૂનિયર ધારાસભ્યોને ગૃહમાં સ્થાન અપાયું હતું જ્યારે કેટલાક સિનિયરો ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાયા હતા.

નવી બેઠક વ્યવ્યસ્થામાં સિનિયોરિટીનું ધ્યાન ન રખાયું
સોશિયલ ડિસ્ટન્સિંગ માટે વિધાનસભામાં પ્રથમવાર ગૃહની બેઠક વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવ્યો છે. 92 ધારાસભ્યોને ગૃહમાં બેંચ પર સ્થાન અપાયું છે જ્યારે 79 ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાયા છે. એક બેંચ ઉપર એક જ સભ્યને બેસવાનું હોવાથી મંત્રીઓની જગ્યા પણ બદલાઇ છે. પરંતુ પ્રથમ દિવસે જ આ મુદ્દે ધારાસભ્યોમાં આંતરિક ગણગણાટ જોવા મળ્યો હતો. કેટલાક ધારાસભ્યોનું કહેવું હતું કે પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હોવાથી પ્રશ્ન પુછવા માટે હાથ ઉંચો કરવા છતાં તક મળતી નથી.

પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા કેટલાક ધારાસભ્યો ડિસિપ્લિન પણ ભૂલ્યા હતા. વિધાનસભાની પ્રણાલી પ્રમાણે ગેલેરીમાં બેઠેલા પ્રેક્ષકો ખુરશીમાં પગ ઉપર પગ ચઢાવીને બેસી શકતા નથી પંરતુ કેટલાક ધારાસભ્યો તો આગળની ખુરશીમાં બંને પગ ટેકવીને આરામથી બેઠેલા જોવા મળ્યા હતા.

કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ
વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે પ્રથમ બેઠકમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગૃહના સદગત પૂર્વ સભ્યો અને કોરોનાને કારણે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સભાગૃહે બે મિનીટનું મૌન પાળ્યું હતું. શ્રદ્ધાંજલિ બાદ પ્રથમ બેઠક મુલત્વી રખાઇ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post