• Home
  • News
  • કોરોનાની વેક્સિન લેવા અમદાવાદના ડોક્ટરો આતુર નથી! 2200માંથી 600 હોસ્પિટલે જ તબીબ અને હેલ્થ વર્કરોનો ડેટા આપ્યો
post

અમદાવાદમાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 80 હજારથી વધુ તબીબો અને પેરામેડિકલ સ્ટાફ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-10 11:40:21

અમદાવાદ સહિત રાજ્યભરમાં વેક્સિન માટે ડેટા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરની 2200 હોસ્પિટલોમાંથી માત્ર 600 હોસ્પિટલોએ જ હજુ પોતાના તબીબ અને હેલ્થવર્કસનો ડેટા અપલોડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલોને ડેટા અપલોડ કરવા માટે સતત ત્રણ મુદત આપવા છતાં પ્રતિસાદ નહીં મળતો હોવાથી ડોક્ટરો વેક્સિન લેવા માટે આતુર નહીં હોવાનું મનાઈ છે. સંખ્યાબંધ ડોક્ટરો પોતાની જાતે જ રસી લેવા ઈચ્છતા હોવાથી ડેટા અપલોડ કરતા નથી. જે હેલ્થ વર્કરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો હશે તેમને જ ફરજિયાત રસી આપવામાં આવશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદમાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 80 હજારથી વધુ તબીબો અને પેરામેડિકલ સ્ટાફ છે. અત્યારસુધી મ્યુનિ.પાસે કુલ 40000 હેલ્થ વર્કરોનો ડેટા રસી માટે અપલોડ થયો છે જેમાંથી મ્યુનિ.ના જ 25000 મેિડકલ ઓફિસર સહિત પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. જયારે અન્ય 15000 તબીબો સહિત હેલ્થ વર્કરો પ્રાઈવેટ હોસ્પિટલના છે. જો કે, શહેરની જે મોટી હોસ્પિટલો છે અને કોવિડમાં કામગીરી કરી રહી છે તેમણે મહદઅંશે ડેટા આપી દીધો હોવાનું મ્યુનિ.અધિકારી સૂત્રોનું કહેવુ છે.

80 હજારથી વધુ હેલ્થ વર્કરો પૈકી 40 હજારના ડેટા અપલોડ થયા, જેમાં 25 હજાર મ્યુનિ.ના છે
પહેલી મુદત: 19 ઓક્ટોબર
સરકારે પરિપત્ર કરી 22 ઓક્ટોબર સુધીમાં તમામ ડેટા અપલોડ કરવા સૂચના આપી
નોંધ : પહેલી મુદતમાં ગણ્યાગાંઠ્યા

બીજી મુદત: 2 ડિસેમ્બર
મ્યુનિ.એ અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે મિટિંગ કરીને 5 ડિસેમ્બર સુધીમાં બાકીની હોસ્પિટલોનો ડેટા અપલોડ કરવા કહ્યું હતું.
નોંધ : હજુ સુધી આ મુદત સુધી પણ માંડ 15 હજાર ડેટા જ અપલોડ થયા હતા.

ત્રીજી મુદત: 12 ડિસેમ્બર
સમય અપાયો છે. જો કે હવે દરેક ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને તેમના ઝોનની હોસ્પિટલોને શોધી શોધીને ફરજિયાત ડેટા અપલોડ કરાવવાનું કામ સોંપાયું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post