• Home
  • News
  • અમદાવાદ સિવિલના ડોક્ટરો દ્વારા કોરોનાના 11 મૃતકની ઓટોપ્સીમાં ઘટસ્ફોટ, 400 ગ્રામનાં રૂ જેવાં ફેફસાં 2 કિલોનાં ભારે પથરા જેવાં થઈ ગયાં હતાં
post

લોકો ઘરમાં દિવાળી ઊજવતા હતા ત્યારે આ ડોક્ટરો જીવના જોખમે કોરોના ડેડબોડીની ચીરફાડ કરી વાઈરસની અસરો શોધતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-06 10:51:21

કોરોના મહામારીએ 2020ના વર્ષને અત્યંત બિહામણું અને કદી ભૂલી ન શકાય ઓવું બનાવી દીધું છે. ગત વર્ષે માર્ચ મહિનાથી ભારતમાં કોરોનાનો વ્યાપ વધવા લાગ્યો અને જુલાઈ પછી તો સંક્રમિતોની સાથે-સાથે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો. આવામાં સમગ્ર વિશ્વ કોરોનાની વેક્સિન શોધવા મથી રહ્યું હતું, પરંતુ આના માટે સૌથી પહેલા તો કોરોનાને લીધે માનવશરીરમાં શું અસરો થાય છે ઓ જાણવું ખૂબ જરૂરી હતું.

આ માટે મૃતદેહની ઓટોપ્સી કરવી પડે જે જીવના જોખમનું કામ હતું. આ જટિલ પડકાર અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલના ફોરેન્સિક મેડિસિનના બે ડોક્ટર દાપક વોરા અને હરીશ ખૂબચંદાણીએ ઝીલ્યો હતો. આ બંને તબીબો ત્યારથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જેમના રિસર્ચે વેક્સિન ડેવલપ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

સૌથી પહેલો પડકાર કોરોના પેશન્ટની ડેડબોડી મેળવવાનો હતો
ડો. દીપક વોરા અને ડો. હરીશ ખૂબચંદાણીએ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા માટે ઓટોપ્સી કરવી એ મોટો પડકાર હતો. એમાં પણ કોરોના મૃતકની ડેડબોડીને પીએમ માટે આપવા કોઈ સગા તૈયાર થતા નહોતા. વિશ્વની સાથે આપણા દેશના તબીબો પણ કોરોના વેક્સિન શોધવા મથી રહ્યા હતા ત્યારે કોરોનાની શરીરમાં શું અસર થાય છે એ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતું, પરંતુ કોઈ પરિવાર પોતાના સ્વજનની ડેડબોડી ચીરફાડ માટે આપવા તૈયાર થતો ન હતો. અંતે, અમને પહેલી ડેડબોડી મળી, પરંતુ એ દિવાળીનો દિવસ હતો. અમારી ફોરેન્સિકની ટીમ પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા તૈયારી કરતી હતી ત્યાં જ આ સમાચાર આવ્યા અને અમે ઓટોપ્સી માટે ઘરેથી નીકળી ગયા.

શ્રેય અગ્નિકાંડના મૃતકો સહિત 11 ડેડબોડીની ઓટોપ્સી કરી
બીજે મેડિકલના ફોરેન્સિક મેડિસિનના આ બંને ડોકટરે અત્યારસુધીમાં કોરોનાના 11 મૃતદેહની ઓટોપ્સી કરી છે. અમદાવાદના બહુ ચકચારી શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડના મૃતદેહનું પીએમ પણ આ ડૉક્ટરોની ટીમે જ કર્યું હતું. તેમણે કોરોનાના મૃતદેહના ઓટોપ્સી કરવા માટે વિશ્વમાં અનેક દેશની ગાઈડલાઈન તપાસ કરી અને તે તમામ પેરામીટરના આધારે કોરોના ઓટોપ્સી સેન્ટર બનાવ્યું હતું. અહીં સર્વન્ટને મિસહેન્ડલિંગથી ઈન્ફેક્શન લાગવાનો મોટું જોખમ હતું. આ જોખમ ટાળવા તેમણે પહેલી ઓટોપ્સીમાંથી સર્વન્ટને બાકાત રાખ્યા અને વોશિંગ જેવી સર્વન્ટની કામગીરી પણ પોતે જ કરી હતી.

કોરોના ઓટોપ્સી સેન્ટરમાં શું ખાસ ધ્યાન રખાયું?
ડોકટર દીપકે જણાવ્યું હતું કે અમદાવાદમાં પહેલી વખત કોરોના મૃતદેહની ઓટોપ્સી થતી હતી જે માટે નવા પીએમ રૂમની જરૂર હતી, પરંતુ એ તાત્કાલિક બનવું અઘરું હતું, એટલે અમે જૂના પીએમ રૂમનો ઉપયોગ કર્યો હતો, ત્યાં સૌથી પહેલા ડિસઇન્ફેક્શન જરૂરી હતું, જેનો અમને કોઈ અનુભવ ન હતો. અમે પણ પોતાની સુરક્ષા માટે ચિંતિત હતા. આ એક એવું કાર્ય હતું, જે સમગ્ર માનવજાતના અસ્તિસ્ત માટે મદદરૂપ થવાનું હતું. ડોકટરે જાતે જ બોડી ઓપન કરીને પોસ્ટમોર્ટમ શરૂ કર્યું હતું.

ડેડબોડી ખોલ્યા બાદ શું થશે એની કાંઈ ખબર નહોતી
ડોકટર હરીશ ખૂબચંદાણી ફોરેન્સિક વિભાગમાં છે. તેમણે જણાવ્યું હતું કે કોરોના ડેડબોડીની ઓટોપ્સી પહેલી વખત કરવાની હતી. જે માટે વૈશ્વિક ગાઈડલાઈન પ્રમાણે તૈયારી કરવામાં આવી હતી. કોરોનાની ડેડબોડી ખૂલ્યા બાદ શું થશે એ કોઈને ખબર ન હતી. જેથી અમારી ટીમે ખૂબ સાવચેતી સાથે ઓટોપ્સીની શરૂઆત કરી હતી. અમે ફેફસાં, બ્રેન અને વેઇનકલોટ ચેક કર્યું હતું. ઘણી ચોંકાવનારી બાબત સામે આવી, જે કોરોનાની સારવાર માટે મદદરૂપ થવાની હતી.

ઓટોપ્સીમાં ફેફસાંના વધેલા વજને તો દંગ કરી દીધા
ડોકટર હરીશના જણાવ્યા અનુસાર, અમે અત્યારસુધી 11 કોરોના ડેડબોડીની ઓટોપ્સી કરી છે, પણ કોરોનાની ડેડબોડીની અંદર અત્યંત અસાધારણ ફેરફારો જોવા મળ્યા હતા. સામાન્ય વ્યક્તિનાં ફેફસાં સોફટ અને 400 ગ્રામ આસપાસનાં હોય છે, પરંતુ કોરોનાના દર્દીનાં ફેફસાં એકદમ કડક પથરા જેવા થઈ ગયાં હતાં. એટલું જ નહિ, ફેફસાંનું વજન 1200 ગ્રામથી માંડીને 2000 ગ્રામ એટલે કે 2 કિલો સુધી થઈ ગયું હતું. આ સ્થિતિમાં દર્દીને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી એ સાબિત થયું હતું. બીજી તરફ ઘણાં તાત્કાલિક ડેથ થયાં હોય તેવા કિસ્સામાં અમે વેઇનની ઓટોપ્સી કરી તો તેમાં ક્લોટ જોવા મળતો હતો, જે પણ એક નવી બાબત જાણવા મળી હતી.

ડેડબોડીનો પણ કોરોના ટેસ્ટ કરવો પડતો
કોરોના ગંભીર સમયમાં જ્યારે કોઈ વ્યક્તિનું આકસ્મિક મોત થઈ જાય અથવા અકસ્માત, સુસાઈડ જેવા કેસમાં પીએમ કરાવવા માટે જરૂરી હતું. ત્યારે મૃતકને કોરોના છે કે નહીં એની જાણ ન હતી, જેથી તેવા સમયે આવા મૃતકોની ડેડબોડીનો પણ કોરોના ટેસ્ટ કરાય બાદ પીએમ કરવામાં આવતું હતું, એમ ડો. હરીશે કહ્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post