• Home
  • News
  • મંદિર નિર્માણ:સોમનાથમાં પાર્વતીજીના મંદિર માટે 21 કરોડનું દાન, સુરતના હીરાના ઉદ્યોગપતિએ મંદિરનો તમામ ખર્ચ આપવા સંકલ્પ કર્યો
post

સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલિયાએ આ મંદિરનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 09:51:38

સોમનાથમાં ભાવિકો માટે વધુ એક દર્શનિય સ્થળનો ઉમેરો કરવામાં આવનાર છે. કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં અગાઉ મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરીસરમાં ભવ્ય શક્તિપીઠ પાર્વતીજીના મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મંદિર સફેદ માર્બલથી દરિયાની નજીક અને સોમનાથ મંદિરના સંકુલમાં 21 કરોડના ખર્ચે નિર્માણ પામશે. સુરતના હિરાના ઉદ્યોગપતિ તેના મુખ્ય દાતા છે.

સોમનાથ હરી અને હરની ભૂમી તરીકે ઓળખાય છે. અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોક ધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ નિજધામ પધાર્યા એ મંદિર પણ છે. તો તાજેતરમાં ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામ મંદિર પણ બન્યું. પરંતુ અહીં માતાજીનું મંદિર નથી. આથી સોમનાથ ટ્રસ્ટે 6,000 થી 7,000 ચોરસ મીટર જગ્યામાં પાર્વતી માતાજીનું મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ પી. કે. લહેરીએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલમાં હીરાના વેપારી ભીખુભાઇ ધામલિયાએ આ મંદિરનો ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો છે. ટૂંક સમયમાં જ આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

મંદિરનું લોકેશન ક્યાં રહેશે ?
સોમનાથ દાદાના મુખ્ય મંદિર નજીક પૌરાણીક જૂની પાર્વતી માતાજીની જગ્યા જેતે સ્થિતીમાંજ રાખી મંદિર સામે યજ્ઞશાળાની બાજુમાં આ મંદિર બનાવાશે. આ સ્થળે હાલ ભાવિકો માટે એક્ઝિટ દરવાજો છે. આ મંદિર સફેદ માર્બલમાંથી બનાવાશે. > વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ

 

adv

Related News

post
post
post
post
post
post
post