• Home
  • News
  • વિશ્વના ટોપ 20 ટ્રેઇનર ઓફ 2020 એવોર્ડ માટે ગુજરાતી ડૉ. શૈલેષ ઠાકરની પસંદગી
post

ILFDના આ એવોર્ડની 2020ની યાદીમાં સ્થાને મેળવનાર ડૉ. શૈલેષ ઠાકર એકમાત્ર ભારતીય

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 10:59:12

અમદાવાદ: USA સ્થિત ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રેઇનિંગ એન્ડ ડેવલોપમેન્ટ(ILFD) દ્વારા ગુજરાતી ડૉ. શૈલેષ ઠાકરની ટોપ 20 ગ્લોબલ ટ્રેઇનર્સ ઓફ 2020 એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ILFD દ્વારા દર વર્ષે વિશ્વભરના ટોપ 20 ગ્લોબલ ટ્રેઇનર્સને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. ILFDના આ એવોર્ડની 2020ની યાદીમાં સ્થાને મેળવનાર ડૉ. શૈલેષ ઠાકર એકમાત્ર ભારતીય છે. તેમને આ સન્માન 19 ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવશે.

લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટમાં 30 વર્ષનું યોગદાન
ડૉ. શૈલેષ ઠાકરને પ્રોફેશનલ લીડરશિપ કેટેગરીમાં રિસર્ચ તથા લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટમાં સતત પોતાનું યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.  ડૉ.શૈલેષ ઠાકરે 1989માં સુરતથી આ ક્ષેત્રે પોતાની યાત્રા શરૂ કરી હતી. તેમણે લર્નિંગ અને ડેવલપેમેન્ટ ક્ષેત્રમાં પોતાના જીવનના 30 વર્ષ આપ્યા છે. ILFD દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં ડો. શૈલેષ ઠાકર ઉપરાંત માર્શલ ગોલ્ડસ્મિથ, સિમોન સિનેક, થોમસ ફ્રે, લિઝ વાઇસમેન અને બ્રાયન ટ્રેસી જેવા પ્રતિષ્ઠિત લોકોને સન્માનિત કરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post