• Home
  • News
  • દ્રવિડે પૂજારાની પીઠ થાબડી:ચેતેશ્વરનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય, પહેલા બોલ પર જ આઉટ; ડ્રેસિંગ રૂમમાં હેડ કોચે આત્મવિશ્વાસ વધાર્યો
post

બોક્સિંગ ડે ટેસ્ટમાં રાહુલનો દ.આફ્રિકાને જોરદાર પંચ, ભારતનો સ્કોર 272/3

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-27 10:52:57

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારુ રહ્યું છે. પહેલા બેટિંગ કરતાં DAY-1 સ્ટમ્પ્સ સુધી ભારતનો સ્કોર 272/3 રહ્યો છે. જોકો આ મેચમાં ચેતેશ્વર પૂજારા ફરીથી ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો અને પહેલા બોલ પર જ આઉટ થઈ જતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તેવામાં પૂજારા જ્યારે ડ્રેસિંગ રૂમ ગયો ત્યારે ટીમના હેટ કોચ રાહુલ દ્રવિડે તેની પીઠ થાબડી આત્મવિશ્વાસ વધાર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે વાઈરલ થઈ રહ્યો છે.

દ્રવિડે પૂજારાનો ઉત્સાહ વધાર્યો
ચેતેશ્વર પૂજારા, પ્રિયાંક પંચાલ અને જસપ્રીત બુમરાહ જ્યારે ડ્રેસિંગ રૂમ બહાર ઊભા હતા ત્યારે રાહુલ દ્રવિડ અચાનક પૂજારા પાસે આવી જાય છે. હેડ કોચે તેની પાસેથી પસાર થતા પીઠ થાબડીને જાણે આત્મવિશ્વાસ વાધર્યો હોય તેવી પ્રતિક્રિયા આપી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

પૂજારા ફરીથી ફેલ થતા હતાશ
ઉલ્લેખનીય છે કે વિરાટ સહિત પૂજારા અને ઘણા ખેલાડી સદી માટે તરસી રહ્યા છે, તેવામાં યુવા પ્લેયર્સ પણ ટીમમાં આવવા માગતા પૂજારા અને રહાણેનું સ્થાન હવે ટીમમાં જોખમમાં છે. આ દરમિયાન પહેલી ઈનિંગમાં 117 રનના સ્કોર પર મયંક અગ્રવાલ (60 રન) આઉટ થયાના બીજા જ બોલ પર પૂજારા (0 રન) પેવેલિયન ભેગો થતા તેના ફોર્મ સામે સવાલો ઊઠી રહ્યા છે.

લુન્ગી એન્ગિડીએ બેક ટુ બેક વિકેટ લીધી

·         40મી ઓવર દરમિયાન લુંગી એન્ગિડીએ બીજા બોલ પર મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કર્યો હતો.

·         જોકે લુન્ગી એન્ગિડીએ તેની વિરૂદ્ધ LBW માટે જોરદાર અપીલ કરી પરંતુ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો.

·         જેના જવાબમાં આફ્રિકન ટીમે રિવ્યૂ લીધો અને તેના રિપ્લેમાં સ્પષ્ટપણે બોલ હિટિંગ વિકેટ હોવાથી મયંકને પેવેલિયન ભેગા થવું પડ્યું હતું.

·         મયંક 60 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.

·         મયંક આઉટ થયો તેના બીજા જ બોલ પર, એન્ગિડીએ ચેતેશ્વર પૂજારાને શૂન્ય રનના અંગત સ્કોર પર આઉટ કરી, SAને મેચમાં બાઉન્સબેક કરાવ્યું હતું.

પૂજારા જ્યારે આઉટ થઈને ડ્રેસિંગ રૂમ તરફ ગયો હતો ત્યારે રાહુલ અને વિરાટ પણ જાણે નિરાશ થયા હોય તેમ લાગી રહ્યું હતું. આ તમામ ઘટના પછી ચેતેશ્વર પૂજારા પોતે પણ હતાશ થઈ ગયો હતો.

કેટલાક ચોંકાવનારા આંકડા

·         પૂજારા 11મી વાર ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થયો છે

·         આ બીજી વખત છે જ્યારે પુજારા SA સામે ગોલ્ડન ડક પર આઉટ થયો છે

·         ત્રીજા નંબરે રમતા પૂજારા 9મી વખત 0 રન પર આઉટ થયો છે

·         ચેતેશ્વર પૂજારા છેલ્લી 42 ઇનિંગ્સમાં સદી ફટકારી શક્યો નથી.