• Home
  • News
  • ગીરગઢડાના બેડીયા ગામમાં પીવાના પાણીનું ATM:પાંચ રૂપિયા નાખો એટલે ATM મશીનમાંથી શુદ્ધ પાણી મળે, ગામ CCTV કેમેરા, બોર, પાણી સહીતની સુવિધાઓથી સજ્જ
post

ગોકુળિયું ગામ બેડીયા એવું બનાવ્યું કે કંઈ ઘટે નહીં: નાગજી જાલોંધરા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-24 19:58:43

ઉના: ગીરગઢડા તાલુકાનું નાનુ એવુ ગામ ગીર જંગલ બોર્ડર નજીક આવેલ બેડીયા ગામમાં અંદાજીત 2500ની વસ્તી ધરાવતું ગામ છે અને ગીર નજીકના આ બેડીયા ગામમાં સિંહોની લટાર તો અવાર નવાર જોવા મળતી હોય છે. આ ગામની સ્વચ્છતા સાથે લોકોની સુખાકારી માટેની સુવિધાથી સજ્જ હોય પરંતું પીવાના પાણીની સમસ્યા હોવાથી ગામના સરપંચ સુરેશ હડિયા દ્વારા લોકોને પીવા માટેનું ATM બે માસ પહેલા સરકારની ગ્રાન્ટમાંથી ગામમાં લોકોને ફિલ્ટરવાળું ઠંડુ પાણી મળી રહે તે માટે પાણીનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું હતું.

આ પાણીના એટીએમમાં રૂ.5નો સિક્કો નાખવાથી 10 લીટર શુદ્ધ ઠંડુ પાણી લોકોને મળી રહે છે. અને ગામ લોકો આ એટીએમમાં પાણી ભરવા આવે છે. તે સિવાય ગામને હરિયાળુ બનાવવાનો સંકલ્પ આખા ગ્રામજનોએ કરેલ હોય અને તેના ભાગરૂપે 350થી વધુ વૃક્ષો ગામોમાં વાવેલા છે. અને આ વૃક્ષોને ટપક પદ્ધતિથી રોજ પાણી પાવામાં આવે છે. તે માટેનો ખર્ચ અંદાજિત રૂ.20 હજાર થયો હોય અને એટીએમમાં ફિલ્ટરવાળું પાણી ભરાય ત્યારે 30 ટકા પાણી વેસ્ટેજ જતું હોય છે. આ વેસ્ટેજ પાણીનો ઉપયોગ અને ટપક પદ્ધતિ દ્વારા વૃક્ષોના ઉછેર માટે કર્યા છે.

તે સિવાય ગામમાં હાલ 12 સીસીટીવી કાર્યરત છે અને હજુ 26 સીસીટીવી લગાડવા માટેનું આયોજન કરવામાં આવ્યુ હોય તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી બેડિયા ગામને આર્દશ ગામ બનાવવું છે અને આગામી એક-બે વર્ષમાં બેડીયા ગામ એવું બની જસે કે લોકો શહેરમાંથી નિહાળવા અને માર્ગદર્શન માટે આવશે. અને ગ્રામ પંચાયત દ્વારા આગામી એક વર્ષનું કયા-કયા વિકાસના કામ કરવા તેનું આગોતરૂ આયોજન પણ કરી નાખેલ છે. તેમજ પંચાયત ઓફિસ પણ સોલાર યુક્ત ટૂંક સમય કરવાની હોય તેથી સરકારની વીજળીનો બચાવ થાય.

સરપંચે જણાવ્યું કે, અમારા ગામમાં પાણીની મોટી સમસ્યા છે. હાલ અમારે રાવલ જુથ યોજના હેઠળ ગામમાં પાંચ દિવસે પાણી આવે છે. ગામના તળ ખુબ ઊંડા હોવાથી 700 ફુટ પાણી આવે તો નસીબ તેમ છતાં પણ અમારા દ્વારા આયોજન કરવામાં આવેલું હોવાથી ગામની મહિલાઓને પાણી ભરવા જ્યાં ત્યાં ભટકવું ન પડતું આ પાણીની સમસ્યા હલ કરવા માટે આગામી સમયમાં તળાવો બનાવવાનું નક્કી કર્યું છે કે જેથી કરીને તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થવાથી પાણીના તળ ઉંચા આવે અને પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવે. આમ બેડીયા ગામ સહીયારા પ્રયાસો દ્વારા વિકાસના કામો કરી હરિયાળુ ગામ બનાવવાના સંકલ્પને સાર્થક કરશે.

ગોકુળિયું ગામ બેડીયા એવું બનાવ્યું કે કંઈ ઘટે નહીં: નાગજી જાલોંધરા
નાગજીભાઇ જાલોંધરા એ જણાવેલ હતું કે, અમારા ગામના સરપંચે ગામમાં સારા વિકાસના કામો કર્યા છે અને તમામ સુવિધાથી સજ્જ છે. ગામની મહિલાઓને પાણી ભરવા કંઈ જવું પડતું નથી. ગામમાં જ લોકોને પીવાનું પાણી મળી રહે છે. ગામમાં સીસીટીવી કેમેરા ફીટ કરેલ છે, આ ઉપરાંત સિંહો તો આવે જ છે, કોઈ દિવસ ચોરીનો બનાવ પણ બન્યો નથી. એ ટી એમ મશીન છે, જેમાં 5 રૂપિયા નાખીએ એટલે 10 લીટર પાણી ભરી લઈએ છીએ અને વધારાનું પાણી વૃક્ષોમાં ટપક પદ્ધતિ કરેલ છે તેમાં પાણી પવાઈ જાય છે. વિકાસના કામો એટલા થયાં છે કે ગોકુળિયું ગામ બેડીયા એવું બનાવ્યું કે કંઈ ઘટે નહીં.

 

adv

Related News

post
post
post
post
post
post
post