• Home
  • News
  • 7-7 વાર ડમી બની પરીક્ષા આપનારો ઝડપાયો:શિક્ષકના દીકરા માટે તો વિદેશમાં મેડિકલ ભણતા વિદ્યાર્થી માટે મિલન બારૈયાને હાયર કરાયો, એક પેપરના 25 હજાર ચાર્જ કરતો
post

આજે ઝડપેલા મિલન બારૈયાએ કુલ 7 પરીક્ષાઓ આપી છે. જેમાંનો દેવર્ષિ નામનો ઉમેદવાર તો ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 17:59:28

ભાવનગર: ડમીકાંડ મામલે ભાવનગરમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ દરરોજ ધરપકડનો આંક વધી રહ્યો છે. ડમીકાંડ મામલે રચવામાં આવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે અત્યાર સુધીમાં 6 લોકોને ઝડપ્યા બાદ આજે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આજે જે આરોપી ઝડપાયો છે તે મિલન ઘુઘાભાઈ બારૈયા સાત પરીક્ષાઓમાં ડમી તરીકે બેઠો હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાઓમાં ડમી તરીકે બેસવા બદલ મિલન બારૈયાને અન્ય આરોપીઓ એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા આપતા હોવાનું સામે આવ્યું છે.

આજે ઝડપેલા મિલન બારૈયાએ કુલ 7 પરીક્ષાઓ આપી છે. જેમાંનો દેવર્ષિ નામનો ઉમેદવાર તો ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતા દેવર્ષિનું ધોરણ 12નું ફિઝિક્સનું પેપર મિલન બારૈયા નામના ડમી ઉમેદવારે આપ્યું હતું. ધોરણ 12ના ફિઝિક્સના પરીક્ષાર્થીના પિતા દશરથભાઈ શિક્ષક છે. તેમણે તેમના શિક્ષક મિત્ર પ્રકાશ દવે ઉર્ફે પી.કે દ્વારા મિલન બારૈયાનો કોન્ટેક્ટ કર્યો હતો અને પી.કે શરદના કહેવાથી મિલન બારૈયાએ દેવર્ષિનું ધોરણ 12નું ફિઝિક્સનું પેપર લખ્યું હતું. મહત્ત્વનું છે કે, દેવર્ષિ નામનો ઉમેદવાર હાલ ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે.

મિલન બારૈયાએ ડમી તરીકે સાત પરીક્ષાઓ આપી
પોલીસે મિલન ઘુઘાભાઈ બારૈયાને ઝડપીને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, મિનલ બારૈયાએ મુખ્ય સૂત્રધાર શરદ પનોત અને પ્રકાશ દવેના કહેવાથી ડમી તરીકે સાત પરીક્ષાઓ આપી છે. એક પરીક્ષા દીઠ 25 હજાર રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું છે. મિલન બારૈયાએ જે પરીક્ષાઓ આપી હતી તેની વિગત નીચે મુજબ છે.

·         1. વર્ષ 2020માં શરદ પનોતના કહેવાથી એક શિક્ષકના દીકરાની ધોરણ 12ની ફિઝિક્સની પરીક્ષા ભાવનગરના સ્વામી વિદ્યામંદિરમાં ડમી તરીકે આપી હતી.

·         2. વર્ષ 2020માં ધોરણ 12 આર્ટ્સના અંગ્રેજી પેપરની પરીક્ષા ડમી તરીકે આપી હતી.

·         3. કવિત. એ. રાવના ડમી તરીકે લેબ. ટેક્નિશિયનની પરીક્ષા 2022માં અમદાવાદમાં આપી હતી.

·         4. જેઠવા ભાવેશભાઈ રમેશભાઈના ડમી તરીકે પશુધન નિરીક્ષક તરીકે 2022માં પરીક્ષા આપી હતી.

·         5. તળાજાના રાજપરાના એક વિદ્યાર્થીના ડમી તરીકે વર્ષ 2022માં વનરક્ષકની પરીક્ષા ડમી તરીકે આપી હતી.

·         6. વર્ષ 2022માં ધોરણ 10ની પરીક્ષા અમરેલીમાં ડમી તરીકે આપી હતી.

·         7. ભાલિયા રાજ ગીગાભાઈના ડમી તરીકે વર્ષ 2022માં ધોરણ 12 સાયન્સની પરીક્ષા અમરેલીમાં ડમી તરીકે આપી હતી.

 

આ મામલે પહેલાં 6 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી
ડમીકાંડ મામાલે ભાવનગરમાં 14 એપ્રિલે 36 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અત્યાર સુધીમાં પોલીસે શરદ સ/ઓ ભાનુશંકર શાંતિભાઈ પનોત (ઉં.વ.34 દિહોર રહે.તળાજા), પ્રકાશ ઉર્ફે પી.કે. કરસનભાઈ દવે (ઉ.વ.35 રહે. પીપરલા તળાજા), બળદેવ રમેશભાઈ રાઠોડ (ઉ.વ.29 રહે.ગામ દિહોર તળાજા), પ્રદીપ નંદલાલભાઈ બારૈયા (ઉ.વ.33 રહે.દેવગણા સિહોર), સંજય પંડ્યા અને અક્ષય બારૈયાની ધરપકડ કરી છે. હવે આ મામલે વધુ એક મિલન બારૈયાની ધરપકડ થતાં ઝડપાયેલા કુલ આરોપીઓનો આંકડો સાત પર પહોંચ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post