• Home
  • News
  • સ્પ્રિન્ટર દૂતીએ કહ્યું- દોઢ મહિનાથી પ્રેક્ટિસ નથી થઈ, લય મેળવવામાં 6 મહિના લાગશે
post

લૉકડાઉનના કારણે ઘરે જ પ્રેક્ટિસ કરે છે, રિયો ઓલિમ્પિsમાં ઉતરી ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 11:52:48

રાયપુર: સ્પ્રિન્ટર દૂતી ચંદે કહ્યું કે, લૉકડાઉનના કારણે દોઢ મહિનાથી ખેલાડીઓ પ્રેક્ટિસથી દૂર છે. એવામાં ફરી લય મેળવવામાં 6 મહિના લાગી જશે. હજુપણ આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. ચોક્કસ માહિતી મળ્યા બાદ જ તે ઓલિમ્પિકની તૈયારી કરી શકશે. કોરોના વાઈરસના કારણે ઓલિમ્પિકને પણ એક વર્ષ માટે સ્થગિત કરાયું છે. દૂતી ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી ક્વોલિફાઈ થવા ઉતરશે. તે 2016 રિયો ગેમ્સમાં પણ હતી. જોકે ત્યારે તે ખાસ પ્રદર્શન કરી શકી નહોતી. 


2018
એશિયન ગેમ્સમાં દૂતીએ 100 અને 200 મીટર બંનેમાં સિલ્વર જીત્યો
દૂતીએ કહ્યું કે, 100-200 મીટર રેસ પર સરકારનું ફોક્સ નથી. લોન્ગ ડિસ્ટન્સ રેસમાં ઘણાં રેસર મળશેે, પરંતુ સ્પ્રિન્ટમાં ઓછા ખેલાડી છે. ઓલિમ્પિક સ્થગિત થતાં નુકસાન થયું છે, પરંતુ આશા છે કે હું ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરી લઈશ. 2018 એશિયન ગેમ્સમાં દૂતીએ 100 અને 200 મીટર બંનેમાં સિલ્વર જીત્યો હતો. આ ઉપરાંત 2019માં એશિયન ચેમ્પિયનશિપમાં તેણે 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સ ફેડરેશને 30 નવેમ્બર સુધી ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઈવેન્ટ સ્થગિત કરી છે. ઓરિસ્સાની 24 વર્ષીય દૂતીએ જણાવ્યું કે, એથ્લીટ સતત 5 દિવસ ટ્રેનિંગ કરવાનું છોડી દે તો તે ફરી શૂન્ય પર પહોંચી જાય છે. તેમે ઘરે માત્ર પોતાને ફિટ રાખી શકો છો. મેડલ જીતવા માટે મેદાન પર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. વર્ષના અંતસુધી વિદેશમાં પણ ટ્રેનિંગ કરવા પર પ્રતિબંધ છે.