• Home
  • News
  • રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ભૂંકપના આંચકા
post

રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદે તારાજી સર્જી છે તેવામાં જ આજે રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ઠેકાણે ભૂકંપના આંચકાઓ અનુભવાયા

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-30 13:28:41

રાજ્યમાં  એક તરફ કમોસમી વરસાદે  તારાજી સર્જી છે તેવામાં જ આજે રાજ્યના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ઠેકાણે ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. રાજ્યમાં આજે ભાઈબીજના બીજા દિવસે જ્યારે લોકો તહેવારના માહોલમાં વ્યસ્ત હતા ત્યારે વહેલી સવારથી 1.7થી લઈને 3.8 રિક્ટર સ્કેલના આંચકા અનુભવાયા છે.

ભૂંકપના આંચકા રાજ્યના જામનગર, ભચાઉ, મહુવા અને તાપીમાં અનુભવાયા છે. જામનગરમાં 2.6 અને 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભચાઉ શહેરમાં 2.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, જ્યારે મહુવામાં  3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો જ્યારે તાપીમાં કેટલાક ઠેકાણે 1.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.