• Home
  • News
  • ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય પર ECBએ લગાવ્યો પ્રતિબંધ
post

ECBએ જેસન રોય પર 2,500 યુરોનો દંડ પણ ફટકાર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-23 11:25:06

નવી દિલ્હી: ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન જેસન રોય(Jason Roy) પર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) બે મેચો માટે પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહી ઈસીબીએ પ્રતિબંધ લગાવવા ઉપરાંત રોય પર 2,500 યુરોનો દંડ પણ ફટકાર્યો છે. જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મંગળવારે એક નિવેદન આપીને જણાવ્યું હતું કે, રોય પર પ્રતિબંધ અને દંડ તેમના ખરાબ વ્યવહારને કારણે લગાવવામાં આવ્યો છે. તેની સાથે જ બોર્ડે એ ચેતવણી પણ આપી છે કે, જો તેમના વ્યવહારમાં સુધારો નહીં થાય તો આ પ્રતિબંધ 12 મહીનાનું પણ થઈ શકે છે. 

તમને જણાવી દઈએ કે, આ અગાઉ આઈપીએલ(IPL 2022) માટે ગુજરાત ટાઈટન્સ દ્વારા ખરીદવામાં આવેલ રોયએ બાયો બબલનો હવાલો આપતા લીગની 15મી સીઝનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. ઈસીબી (ECB)એ કહ્યું કે, જેસન રોયે સ્વીકાર કર્યો છે કે, તેનું વર્તન ક્રિકેટના હિતમાં ન હતું અને તેનાથી ક્રિકેટ, ECB અને પોતાની છબીને નુકસાન પહોંચ્યું છે. જેસને ઈસીબીના નિર્દેશ 3.3નું ઉલ્લંઘન કર્યું છે. આ ઉપરાંત તેમના પર 2,500નો દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમણે આ દંડ 31 માર્ચ 2022 સુધીમાં ભરવાનો રહેશે. 

ગયા વર્ષે IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમનાર જેસન રોયને ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં રૂ. 2 કરોડની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો હતો, જોકે ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ દ્વારા રોયને આ સજાનું કોઈ કારણ આપવામાં નથી આવ્યું.