• Home
  • News
  • મનીષ સિસોદિયાની 4 કલાકથી EDની પૂછપરછ ચાલી રહી:તિહાર જેલમાં થઈ રહ્યાં છે સવાલ-જવાબ; કેજરીવાલે કહ્યું- દેશભક્ત પર ખોટો કેસ લાદવામાં આવ્યો
post

અગાઉ, EDએ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે મંજુરી માંગી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-07 17:37:04

દિલ્હી દારૂ કૌભાંડમાં CBI બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ તિહાર જેલમાં છેલ્લા 4 કલાકથી મનીષ સિસોદિયાની પૂછપરછ કરી રહી છે. ED મંગળવારે સવારે લગભગ 11:30 વાગે તિહાર જેલ પહોંચી હતી.

અગાઉ, EDએ સિસોદિયાનું નિવેદન રેકોર્ડ કરવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ પાસે મંજુરી માંગી હતી. રિપોર્ટ્સમાં સૂત્રોને ટાંકીને, EDના સવાલોની યાદી પણ બતાવવામાં આવી છે. પ્રથમ- તમે 100 કરોડની લાંચ વિશે શું જાણો છો? શા માટે દારૂની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો?

સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 14 દિવસ એટલે કે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. તેમની જામીન અરજી પર કોર્ટ 10 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે.

સિસોદિયા કેસ મામલે અપડેટ્સ...

·         રાષ્ટ્રપતિએ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજને દિલ્હી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.

·         દિલ્હીની એક કોર્ટે લિકર પોલિસી કેસમાં બિઝનેસમેન અરુણ રામચંદ્ર પિલ્લઈને 13 માર્ચ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે.

·         CBI મંગળવારે હેડક્વાર્ટરમાં મનીષ સિસોદિયાના નજીકના સહયોગી દેવેન્દ્રની પણ પૂછપરછ કરી રહી છે.

·         EDને કોર્ટમાંથી સિસોદિયાની 3 દિવસ સુધી પૂછપરછ કરવાની મંજુરી મળી છે.

·         કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને વડાપ્રધાન મોદીને તે સ્પષ્ટતા કરવા કહ્યું કે સિસોદિયાની ધરપકડ રાજકીય કારણોસર તો થઈ નથી.

કેજરીવાલે કહ્યું- જેલની કોટડી પણ તેમની હિંમતને હરાવી શકશે નહીં
બીજી તરફ, દિલ્હીના સીએમ કેજરીવાલે સિસોદિયા વિશે કહ્યું- "આજે હું સિસોદિયા કે સત્યેન્દ્ર જૈન માટે નહીં પણ દેશ માટે ચિંતિત છું. બંને ખૂબ બહાદુર છે, દેશ માટે પોતાનો જીવ પણ આપી શકે છે. જેલની કોટડી પણ સોસોદિયાની હિંમતને હરાવી શકશે નહીં

કેજરીવાલે કહ્યું- "મેં નક્કી કર્યું છે કે હું હોળી પર આખો દિવસ દેશ માટે ધ્યાન કરીશ. જો તમને લાગે કે વડાપ્રધાનજી યોગ્ય નથી કરી રહ્યા, તો હું તમને વિનંતી કરું છું, હોળીની ઉજવણી કર્યા પછી, થોડા સમય માટે દેશ માટે પૂજા કરજો.

જેલમાં રોટલી-ભાત અને બટાટા-વટાણાનું શાક આપવામાં આવ્યું
મનીષ સિસોદિયાને તિહાર જેલમાં ખસેડવામાં આવ્યા હતા. તિહારમાં સિસોદિયાને 10*15 ચોરસ ફૂટના સિંગલ સેલમાં રાખવામાં આવ્યા છે. જેલ મેન્યુઅલ મુજબ, તમામ જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, ડિનરમાં સિસોદિયાને રોટલી-ભાત અને બટાટા-વટાણાનું શાક આપવામાં આવ્યું હતું.

જેલમાં સત્યેન્દ્ર જૈનથી 500 મીટરના અંતરે સિસોદિયા
સિસોદિયાને જેલ નંબર 1માં રાખવામાં આવ્યા છે. તેઓ સત્યેન્દ્ર જૈનના સેલથી માત્ર 500 મીટર દૂર છે. જૈન હાલ જેલ નંબર 7માં છે. જેલનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, સિસોદિયાને મેન્યુઅલ પ્રમાણે 1 ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ જેવી તમામ જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત તેમને બે ધાબળા અને ચાદર પણ આપવામાં આવી છે.

સૂત્રોનું એમ પણ કહેવું છે કે મનીષ સિસોદિયાને તેમનાં કેટલાંક કપડાં પણ આપવામાં આવ્યાં છે. મંગળવારે તેમનો પરિવાર જેલમાં તેમની સાથે મુલાકાત કરી શકે છે અને તેમનાં જરૂરી કપડાં અને દવાઓ તેમને આપશે. હાલ મનીષ સિસોદિયા સેલમાં એકલા છે.

આ કેસમાં EDએ હૈદરાબાદના દારૂના વેપારી અરુણ રામચંદ્ર પિલ્લઈની ધરપકડ કરી છે. આ કેસમાં આ 11મી ધરપકડ થઈ છે. લાંબી પૂછપરછ બાદ સોમવારે સાંજે PMLA હેઠળ પિલ્લઈની ધરપકડ કરવામાં આવી હતી. અરુણ દારૂના વેપારીઓના 'સાઉથ ગ્રુપ'ના હેડ છે.

દારૂ પોલિસી કેસમાં સિસોદિયા 20 માર્ચ સુધી જેલમાં રહેશે
દિલ્હી દારૂ પોલિસી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. સિસોદિયાને તિહાર જેલમાં કેદ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સ્પેશિયલ CBI જજ એમકે નાગપાલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા.

સિસોદિયાને જેલમાં મળશે આ સુવિધાઓ...

જેલ સુપરિન્ટેન્ડન્ટ આરોપીને મેડિટેશન સેલમાં રાખવાની અપીલ પર ધ્યાન આપશે. સિસોદિયાને ​​​​​​જેલમાં પોતાની સાથે ડાયરી, પેન, ભગવદ્ ગીતા અને ચશ્માં રાખવા દેવામાં આવે. સિસોદિયાને MLCમાં લખેલી દવાઓ પણ લેવાની મંજૂરી છે. મનીષ સિસોદિયાને હવે 20 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

adv

Related News

post
post
post
post
post
post
post