• Home
  • News
  • 23 વર્ષ બાદ ચૂંટણી:રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન મતદાન ન કરી શક્યા
post

ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ એકાએક રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-06-19 18:30:28

રાજકોટરાજકોટ શહેર ભાજપના પ્રમુખ બદલાતાની સાથે જ સૌપ્રથમ પ્રદેશ મવડી મંડળ દ્વારા તાજેતરમાં જ વિખેરાયેલી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો અને સરકાર નિયુક્ત 3 સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. આજે 23 વર્ષ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી. આજની ચૂંટણીમાં કુલ 13 ઉમેદવારો મેદાન હતા. જેમાં ભાજપના 12 અને કોંગ્રેસના એક હતા. આ માટે ભાજપના 68 અને કોંગ્રેસના 2 મળી કુલ 70 મતદારો દ્વારા મતદાન હતું. જો કે કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન બાબરીયા મતદાન કરી શક્યા નહોતા. મતદાન બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મિટિંગ બાદ એકાએક રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઈસ ચેરમેન સહિત 15 સભ્યોના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા. બાદમાં નવનિયુક્ત શહેર પ્રમુખ મુકેશ દોશીની પ્રદેશ લેવલે મુલાકાત થયા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂની સમિતિના બે બહેનોને બાદ કરતા તમામની બાદબાકી કરી 12 સભ્યો તેમજ 3 સરકાર નિયુક્ત સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના માટે આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મત ગણતરી કરવામાં આવી હતી. એક સભ્યને જીતવા માટે 8 મત મળવા જરૂરી હતા. ભાજપ પાસે પૂરતું સંખ્યા બળ હોવાથી 8 બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે.

કુલ 15 સભ્યોના નામમાં યાદી બની
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપે જાહેર કરેલ 12 સભ્યો તેમજ સરકાર નિયુક્ત 3 મળી કુલ 15 સભ્યોના નામમાં પ્રવીણ નિમાવત, વિક્રમ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમ રબારી, ઇશ્વર જીત્યા, હિતેશ રાવલ, રસિક બદ્રકિયા, અજય પરમાર, મનસુખ વેકરિયા, સંગીતા છાયા, જાગૃતિ ભાણવડિયા અને સુરેશ રાઘવાણીનો સમાવેશ થાય છે. જ્યારે સરકાર નિયુક્ત 3 સભ્યોમાં જયદિપ જલુ, સંજય ભાયાણી અને જગદિશ ભોજાણીનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

અધ્ધવચ્ચેથી રાજીનામાં લેવાયા હતા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોના રાજકોટ કમલમ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદિપ ડવની હાજરીમાં સભ્યપદ ઉપરથી અધ્ધવચ્ચેથી રાજીનામાં લઈ લેવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post