• Home
  • News
  • રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી
post

અઢી વર્ષની ટર્મ આજે પૂરી થતાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 13:08:50

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટના નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી છે 

નવા મેયર સહિત પદાધિકારીઓની જાહેરાત કરાઈ

ગઈકાલે અમદાવાદ અને વડોદરા મહાનપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીની નિમણૂંક કરવામાં આવી હતી જેમાં નવા મેયર તરીકે નયનાબેન પેઢડીયાની વરણી કરવામાં આવી છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકરની પસંદગી કરવામાં આવી છે. આ સિવાય શાશક પક્ષના નેતા તરીકે લીલુ જાદવની વરણી કરવામાં આવી છે. 

ગઈકાલે અમદાવાદ અને વડોદરાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી

આ પહેલા ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા હતા. અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા મેયરની તેમજ પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. શહેરના શાહીબાગના કોર્પોરેટર પ્રતિભા જૈન નવા મેયર તરીકે નિયુક્ત થયા હતા. આ સિવાય  નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત . અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ હતી. આ સાથે જ ગઈકાલે અમદાવાદ ઉપરાંત વડોદરાના નવા મેયર તરીકે પિંકી સોનીની વરણી કરવામાં આવી હતી તેમજ નવા ડે. મેયર ચિરાગ બારોટની નિયુક્તિ થઇ હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post