• Home
  • News
  • બડગામના પઠાનપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર; છેલ્લા 10 દિવસમાં 23 આતંકી ઠાર મરાયા
post

આતંકી ઘુસણખોરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ પછી સર્ચ ઓપરેશન ચલાવાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-11 11:29:51

બડગામ: બડગામ જિલ્લાના પઠાનપોરા વિસ્તારમાં સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે. આતંકીઓના છુપાયા હોવાના ઈનપુટ મળતાની સાથે સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા બુધવારે શોપિયા જિલ્લાના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓને ઠાર માર્યા હતા. 

છેલ્લા 10 દિવસોમાં 23 આતંકીઓ ઠાર મરાયા 
ઈન્ટેલિજન્સ એન્જસીએ ગત મહિને પાકિસ્તાનથી આતંકી ઘુસણખોરીનું એલર્ટ આપ્યું હતું. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. છેલ્લા 10 દિવસોમાં 7 એન્કાઉન્ટરમાં 23 આતંકી ઠાર મરાયા છે.
1
જૂનઃ નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરીના પ્રયાસ કરતા 3 પાકિસ્તાની આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા
2
જૂનઃ પુલવામાના ત્રાલ વિસ્તારમાં 2 આતંકી ઠાર મરાયા હતા
3
જૂનઃ પુલવામાના જ કંગન વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા 
5
જૂનઃ રાજોરી જિલ્લાના કાલાકોટમાં એક આતંકીને ઠાર કર્યો હતો
7
જૂનઃ શોપિયાના રેબન ગામમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર કરાયું
8
જૂનઃ શોપિયાના પિંજોરા વિસ્તારમાં 4 આતંકી ઠાર મરાયા હતા
10
જૂનઃ શોપિયાના સુગૂ વિસ્તારમાં 5 આતંકીઓનું એન્કાઉન્ટર

 

adv

Related News

post
post
post
post
post
post
post