• Home
  • News
  • ENG vs IND: લોર્ડ્સની બાલકનીમાં વિરાટ કોહલીનો નાગિન ડાન્સ, હસવા લાગ્યા સાથી ખેલાડીઓ
post

5 મેચોની સિરીઝની બીજી મેચ દરમિયાન કોહલી લોર્ડ્સની બાલકનીમાં નાગિન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કોહલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-14 14:27:23

લંડનઃ ભારતે ઈંગ્લેન્ડ (India vs England Lords Test) વિરુદ્ધ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવ્યા. જવાબમાં યજમાન ટીમે દિવસની રમત પૂરી થવા સુધી 3 વિકેટે 119 રન બનાવી લીધા છે. જો રૂટ એન્ડ કંપની ભારતના પ્રથમ ઈનિંગના સ્કોર કરતા હજુ 245 રન પાછળ છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli Nagin Dance) એ પ્રથમ ઈનિંગમાં 42 રન બનાવ્યા હતા. કોહલી છેલ્લા 48 ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે ક્રિકેટના લાંબા ફોર્મેટમાં પોતાની છેલ્લી સદી નવેમ્બર 2019માં બાંગ્લાદેશ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટમાં ફટકારી હતી. ત્યારબાદ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ સદી ફટકારી શક્યો નથી. 

5 મેચોની સિરીઝની બીજી મેચ દરમિયાન કોહલી લોર્ડ્સની બાલકનીમાં નાગિન ડાન્સ કરતો જોવા મળ્યો હતો. કોહલીનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડાન્સ કરતા સમયે કોહલી હચી રહ્યો છે. લોર્ડ્સની બાલવનીમાં કોહલીના આ ડાન્સની મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ પણ પણ મજા માણી રહ્યાં છે. બધા ખુશ છે અને હસી રહ્યાં છે. 

એક ફેને કોહલીનો ડાન્સ કરતો ફોટો શેર કરીને લખ્યુ- કોહલી નાગિન ડાન્સ કરી રહ્યો છે કે કંઈ બીજુ? બીજા ફેને લખ્યુ- લોર્ડ્સની બાલકનીમાં કિંગ કોહલીનો ડાન્સ. 

ટીમ ઈન્ડિયાએ 8 વિકેટ 97 રનની અંદર ગુમાવી
ભારતે પોતાની છેલ્લી 8 વિકેટ 97 રનમાં ગુમાવી. કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ દિવસની અંતિમ ક્ષણોમાં આઉટ થયો હતો, જ્યારે બીજા દિવસે ભારતે સાત બોલમાં કેએલ રાહુલ અને રહાણેની વિકેટ ગુમાવી હતી. ભારત રવિન્દ્ર જાડેજા (40) અને રિષભ પંત (37) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 49 રનની ભાગીદારીથી 350ને પાર પહોંચ્યું. ભારત ચાર બોલરો સાથે મેદાનમાં ઉતર્યું હતું.