• Home
  • News
  • ENG vs PAK: ઈંગ્લેન્ડે અચાનક બદલવી પડી ટીમ, સ્ટોક્સ કેપ્ટન, 9 નવા ખેલાડીઓને મળી તક
post

પાકિસ્તાન સામે શરૂ થઈ રહેલી વનડે સિરીઝ માટે ઈંગ્લેન્ડે નવી ટીમની જાહેરાત કરી દીધી છે. બેન સ્ટોક્સને ટીમને કમાન સોંપવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-07 11:23:25

લંડનઃ પાકિસ્તાન વિરુદ્ધ વનડે સિરીઝના બે દિવસ પહેલા ઈંગ્લેન્ડ ટીમના કેમ્પમાં હડકંપ મચી ગયો છે. ત્રણ ખેલાડી સહિત કુલ દળના સાત સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારબાદ આખી ટીમ બદલી દેવામાં આવી છે. બેન સ્ટોક્સને ટીમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે 18 સભ્યોની ટીમમાં નવ અનકેપ્ડ ખેલાડીઓને તક મળી છે. 

આઈસોલેશનમાં ટીમ
શ્રીલંકા વિરુદ્ધ બ્રિસ્ટલમાં રમાયેલી મેચ બાદ સોમવારે ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેની તપાસમાં સાત લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાં ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફના સભ્યો છે, જેના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ટીમ અને સપોર્ટ સ્ટાફના લોકોને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે મંગળવારે જણાવ્યું કે, ટીમ રવિવારથી ક્વોરેન્ટાઇન છે. 

પાકિસ્તાન-ઈંગ્લેન્ડ સિરીઝ કાર્યક્રમ
ઈંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે પાકિસ્તાન સામે ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની સિરીઝ રમશે. પ્રથમ વનડે 8 જુલાઈએ કાર્ડિફમાં નક્કી કાર્યક્રમ પ્રમાણે રમાશે. બીજી વનડે 10 અને ત્રીજી વનડે 13 જુલાઈએ રમાશે. ત્યારબાદ 16 , 18 અને 20 જુલાઈએ ટી20 મેચ રમાશે. પાકિસ્તાન સામે સિરીઝ બાદ ઈંગ્લેન્ડની ટીમ 4 ઓગસ્ટથી ભારત સામે પાંચ મેચોની ટી20 સિરીઝ રમશે. 

સ્ટોક્સને પ્રથમવાર મળી વનડે ટીમની કમાન
ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટ ટીમના મેનેજિંગ ડાયરેક્ટર એશ્લે જાઇલ્સે કહ્યુ- આ નવા ખેલાડીઓ માટે શાનદાર તક છે. 24 કલાક પહેલા તેમાંથી કોઈએ વિચાર્યુ નહીં હોય કે તેને મોટા સ્ટેજ પર રમવાની તક મળશે. કેટલાક ખેલાડી ઘણા સમયથી ઘરેલુ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. બેન સ્ટોક્સ પ્રથમવાર વનડે ટીમની આગેવાની કરશે. 

આ છે ઈંગ્લેન્ડની નવી ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક બેલ, ડૈની બ્રિગ્સ, બ્રિડન કૈર્સ, જૈક ક્રાઉલી, બેન ડકેટ, લુઈસ ગ્રેગરી, ટોમ હેલ્મ, વિલ જૈક્સ, ડેન લોરેન્સ, સકિબ મહમૂદ, ડેવિડ મલાન, ક્રેગ એવર્ટન, મેટ પાર્કિસન, ડેવિડ પેન, ફિલ સાલ્ટ, જોન સિમ્પસન, જેમ્સ વિન્સ.