• Home
  • News
  • ઇંગ્લેન્ડે કેપ્ટન હેધર નાઈટની સદી થકી થાઈલેન્ડને 98 રને હરાવ્યું
post

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 2 વિકેટે 176 રન કર્યા, નાઈટે 108* અને સ્કાઈવરે 59* રન ફટકાર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-27 11:33:51

ઇંગ્લેન્ડની કેપ્ટન હેધર નાઈટે બુધવારે વુમન્સ T-20 વર્લ્ડ કપમાં થાઈલેન્ડ સામે 108* રનની ઇનિંગ્સ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી મારનાર પ્રથમ વુમન્સ ખેલાડી બની છે. તેણે અગાઉ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં સદી મારી હતી, જ્યારે 2017માં પાકિસ્તાન વિરુદ્ધ વનડેમાં સેન્ચુરી મારી હતી. તેણે પોતાના કરિયરમાં કુલ ત્રણ જ સદી મારી છે. તેની ઇનિંગ્સ થકી ઇંગ્લેન્ડે થાઈલેન્ડ સામે 2 વિકેટે 176 રન કર્યા હતા. નાઈટે પોતાની 66 બોલની ઇનિંગ્સ દરમિયાન 13 ફોર અને 4 સિક્સ મારી હતી.

નાઈટ અને સ્કાઈવરની 169 રનની ભાગીદારી
ઇંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેમણે 7 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. જોકે તે પછી નાઇટે નટાલી સ્કાઈવર સાથે ત્રીજી વિકેટ માટે 169 રનની ભાગીદારી કરી હતી. તેમની આ ભાગીદારી T-20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારી છે. સ્કાઈવરે 52 બોલમાં 59 રનનું યોગદાન આપ્યું હતું.

થાઈલેન્ડ 78 રન જ કરી શક્યું
રનચેઝમાં થાઈલેન્ડની બેટિંગ બહુ નિરાશાજનક રહી હતી. તેમણે 20 ઓવરમાં 7 વિકેટે 78 રન કર્યા હતા. ઓપનર નટકન ચન્ત્મે સૌથી વધુ 32 રન કર્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન 20 રનનો આંક વટાવી શકી નહોતી. 5 પ્લેયર સિંગલ ડિજિટમાં આઉટ થઇ હતી. ઇંગ્લેન્ડ માટે અન્યા શ્રબ શોલે 3 વિકેટ, જ્યારે નટાલી સ્કાઇવરે 2 અને સોફી એસેલ્ટને 1 વિકેટ લીધી હતી.