• Home
  • News
  • મહિલા T20:ઈંગ્લેન્ડે પ્રથમ વખત 5 મેચની સિરિઝમાં ક્લીન સ્વીપ કર્યું
post

પાંચમી મેચમાં વિન્ડીઝે ટીમને 3 વિકેટે હરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-03 15:58:34

ઈંગ્લેન્ડની મહિલા ટીમે ટી20 સીરીઝ 5-0થી જીતી છે. ટીમે સીરીઝની છેલ્લી મેચમાં વિન્ડીઝને 3 વિકેટે હરાવ્યું. ઈંગ્લેન્ડે પ્રથમ વખત 5 મેચની સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે. આ અગાઉ તેને બે વખત પાંચ મેચની સીરીઝમાં 4-1થી વિજય મળ્યો હતો. વરસાદના કારણે મેચ 2.30 કલાક મોડી શરૂ થઈ હતી અને તેને 5-5 ઓવરની કરી દેવાઈ હતી. ઈંગ્લિશ ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો.

વિન્ડીઝની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 3 વિકેટે 41 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમે 7 વિકેટ ગુમાવીને 4.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. વિન્ડીઝ તરફથી ફાસ્ટ બોલર શેમિલા કોનેલે ત્રણ વિકેટ લીધી અને મેન ઓફ ધ મેચ બની. ઈંગ્લેન્ડની સારાહ ગ્લેનને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરાઈ. તેણે સીરીઝમાં 7 વિકેટ લીધી હતી અને 46 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે સળંગ ત્રીજી ટી20 સીરીઝમાં વિન્ડીઝને હરાવી છે.