• Home
  • News
  • ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ લીડ્સ યુનાઈટેડે સ્ટેન્ડ્સમાં લાદેનનું કટઆઉટ લગાવ્યું, ફેનની ફરિયાદ બાદ હટાવવામાં આવ્યું
post

જે ફેનના કટઆઉટની બાજુમાં લાદેનનું કટઆઉટ હતુ તેણે જ વિરોધ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 10:47:06

લીડ્સ: યુરોપિયન ફૂટબોલ શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ ફેન્સની એન્ટ્રી પર પ્રતિબંધ છે. મેચ દરમિયાન સ્ટેન્ડ્સમાં ફેન્સના કટઆઉટ લાગી રહ્યાં છે, જેથી ખેલાડીઓ ચિયરઅપ થઈ શકે. ઈંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ લીડ્સ યુનાઈટેડે ફેન્સને ઓફર આપી કે તેઓ 25 પાઉન્ડ (લગભગ 2350 રૂપિયા)માં પોતાનું કટઆઉટ લગાવી શકે છે.

લીડ્સે શનિવારે ફુલ્હમની મેચ અગાઉ ઘણા ફેન્સના કાર્ડબોર્ડના કટઆઉટ લગાવ્યા હતા. જેમાં ભૂલથી ઓસામા બિન લાદેનનું કટઆઉટ પણ લાગેલું હતું. તેની બાજુમાં જે ફેનનું કટઆઉટ હતું તે ફેને સોશિયલ મીડિયા પર આ મુદ્દે વિરોધ કર્યો. જે પછી લાદેનનું કટઆઉટ હટાવવામાં આવ્યું.