• Home
  • News
  • ટીમ ઈન્ડિયાની હાર પછી સમીકરણો બદલાયા:બાંગ્લાદેશ સામે કરો યા મરોનો મુકાબલો, હવે 6માંથી 5 ટીમ સેમિફાઈનલની રેસમાં આવી ગઈ
post

હવે ગ્રુપ-2ની 6માંથી 5 ટીમ અંતિમ-4માં પહોંચવાની રેસમાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-31 18:59:15

T20 વર્લ્ડ કપમાં ગઈકાલે ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકાને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આના કારણે હવે સુપર-12માં ગ્રુપ-2ના પણ સમીકરણો ખૂબ જ બદલાઈ ગયા છે. હવે ગ્રુપ-2ની 6માંથી 5 ટીમ અંતિમ-4માં પહોંચવાની રેસમાં છે. તો ચાલો એક-એક કરીને બધી જ ટીમની સંભાવનાઓને વિશે જાણી લઈએ...

પહેલા પોઇન્ટ્સ ટેબલ પર નજર નાખી લો...

ટીમ

મેચ

જીત

હાર

NRR

પોઇન્ટ્સ

સાઉથ આફ્રિકા

3

2

0

+2.772

5

ભારત

3

2

1

+0.844

4

બાંગ્લાદેશ

3

2

1

-1.533

4

ઝિમ્બાબ્વે

3

1

1

+0.050

3

પાકિસ્તાન

3

1

2

+0.765

2

નેધરલેન્ડ્સ

3

0

3

-1.948

0

હવે ગ્રુપ-2ની અત્યાર સુધીની મેચનું રિઝલ્ટ જોઈ લો...

1. ભારતે પાકિસ્તાન સામે 4 વિકેટે જીત મેળવી હતી.

2. બાંગ્લાદેશે નેધરલેન્ડ્સને 9 રને હરાવ્યું હતું.

3. વરસાદના કારણે ઝિમ્બાબ્વે-સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ રદ્દ થઈ હતી.

4. સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રને પરાજય આપ્યો હતો.

5. ભારતે નેધરલેન્ડ્સને 56 રને હરાવ્યું હતું.

6. ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જીને પાકિસ્તાનને 1 રને હરાવ્યું હતું.

7. બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને 3 રને પરાજય આપ્યો હતો.

8. પાકિસ્તાને નેધરલેન્ડ્સને 6 વિકેટે હરાવ્યું હતું.

9. ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકા સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.