• Home
  • News
  • EU સંસદમાં પાકિસ્તાનની ફજેતી, પોલેન્ડે કહ્યું ભારતમાં આતંકવાદીઓ ચંદ્ર પરથી નથી આવતા, પાકિસ્તાનમાંથી જ આવે છે
post

EU સંસદમાં પાકિસ્તાનની ફજેતી, પોલેન્ડે કહ્યું ભારતમાં આતંકવાદીઓ ચંદ્ર પરથી નથી આવતા, પાકિસ્તાનમાંથી જ આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-09-21 13:00:10


જમ્મુ-કાશ્મીરને લઇને ભારતને વિશ્વ સમક્ષ બદનામ કરવાની પાકિસ્તાનના PM ઇમરાન ખાનની ચાલ નિષ્ફળ થઇ રહી છે, પાકિસ્તાનને (EU) સંસદે મોટો ઝટક્યો આપ્યો છે, આતંકવાદનો જારદાર વિરોધ કરનાર અને ભારતને સપોર્ટ કરનાર પોલેન્ડના સાંસદે ચોખ્ખુ કહી દીધું છે કે ભારતમાં આતંકવાદીઓ ચંદ્ર ઉપરથી નથી આવતા, પાકિસ્તાન આતંકીઓનો અડ્ડો છે અને અહીથી ટ્રેનિંગ મેળવીને આતંકવાદીઓ પાડોશી દેશોમાં હુમલા કરી રહ્યાં છે, કહ્યું કે જમ્મુ-કાશ્મીર મામલે ભારતનું સમર્થન કરવું જરૂરી છે, પોલેન્ડના ઇયુ સાંસદ રિજાર્ડ જાર્નેકીએ જણાવ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર રાષ્ટ્ર છે, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ સામે લડવું જરૂરી છે, તેમને જ પાકિસ્તાને સંભળાવ્યું કે આતંકવાદીઓ ચંદ્ર પરથી નથી આવતા, પરંતુ પાકિસ્તાનમાંથી આવે છે, માટે આપણે સૌએ ભારતને સમર્થન આપવું જોઇએ.


ઇટલીના EU સાંસદ ફુલવિયો માર્તુસિલોએ જણાવ્યું કે પાકિસ્તાન ભારતને વારંવાર પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે, તેમને યુરોપીય દેશોમાં આતંકી હુમલાઓ માટે પણ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું, સાથે જ કહ્યું કે કાશ્મીરનો શાંતિપૂર્ણ ઉકેલ આવવો જોઇએ, તે દ્રિપક્ષીય મુદ્દો છે, ભારત-પાકિસ્તાને જ આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ.


adv

Related News

post
post
post
post
post
post
post