• Home
  • News
  • 25 વર્ષ પછી પણ કોંગ્રેસ 4 સીટથી આગળ વધી શકી નહીં, ભાજપ 1995 પછી ક્યારેય 7થી આગળ ન વધી શક્યો
post

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ, કોંગ્રેસે એક બેઠક જીતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 10:06:32

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. 1995 પછી કોંગ્રેસે ક્યારેય 4થી વધારે બેઠકો જીતી નથી. 25 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસે સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતી હતી. પણ પોતાના ધારાસભ્યોના બળવાને લીધે કોંગ્રેસે 1 બેઠક ગુમાવી અને 4થી વધુ બેઠકો નહીં જીતવાનો 25 વર્ષ જૂનો ઈતિહાસ કાયમ રહ્યો. ભાજપ પણ 7થી વધારે બેઠકો જીતી શક્યો નહીં. 

અભય ભારદ્વાજ: કાયદા પંચના સભ્ય પદે રહી ચૂક્યા હતા
કોણ છે : મૂળ રાજકોટના વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.
શું મહત્ત્વ :  જનસંઘ સાથે જોડાયેલા ભારદ્વાજ બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

રમીલા બારા: ભાજપના સંગઠનમાં ભૂમિકા ભજવી હતી
કોણ છે : રમીલા બારા ત્રણ ટર્મથી ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ઉપાધ્યક્ષ છે. 2004માં જીત્યાં હતાં. 
શું મહત્ત્વ : રાજકારણમાં આવ્યા પૂર્વે બારા ગુજરાત સરકારમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી તરીકે 2002માં રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં.

નરહરિ અમીન: કોંગ્રેસના જૂના જોગી પણ હવે ભાજપમાં 
કોણ છે : કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા બાદમાં ભાજપમાં જોડાયા. આયોજનપંચના ઉપાધ્યક્ષ પદે હતા. 
શું મહત્ત્વ : સક્રિય રાજકારણથી 8 વર્ષ સુધી દૂર રહ્યાં બાદ હવે સીધા રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યાં.  રાષ્ટ્રીય સ્તરે કદમાં વધારો થશે. 

શક્તિસિંહ ગોહિલ: ગુજરાતના હવે કોંગ્રેસનો રાષ્ટ્રીય ચહેરો
કોણ છે : કોંગ્રેસના સિનિયર નેતા ગુજરાત સરકારમાં મંત્રી તથા ચાર ટર્મ સુધી ધારાસભ્ય પદે રહી ચૂક્યાં છે. 
શું મહત્ત્વ : રાજ્યસભામાં કોંગ્રેસ માટે વિપક્ષના મજબૂત નેતા તરીકે ઉભી શકે એમ છે. વિપક્ષ તરીકેનો અનુભવ છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post