• Home
  • News
  • ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્કના પદ માટે આજે યોજાશે પરીક્ષા
post

વર્ષ 2019માં સિનિયર કલાર્ક (Senior Clerk) વર્ગ-3ની પરીક્ષા માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ કોરોના (Coronavirus) ને કારણે પરીક્ષાનું આયોજન થયું શક્યું ન હતું. આખરે આજે પરીક્ષા (Exam) નું આયોજન કરવામાં આવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-31 11:15:35

અમદવાદ: આજે સિનિયર કલાર્ક (Senior Clerk) વર્ગ-3ની પરીક્ષા 11:00 કલાક થી 13:00 કલાક દરમિયાન જિલ્લાના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. વર્ષ 2019માં સિનિયર કલાર્ક (Senior Clerk) વર્ગ-3ની પરીક્ષા માટે ફોર્મ ભરાયા હતા, પરંતુ કોરોના (Coronavirus) ને કારણે પરીક્ષાનું આયોજન થયું શક્યું ન હતું. આખરે આજે પરીક્ષા (Exam) નું આયોજન કરવામાં આવ્યું છે.

આ જાહેર પરીક્ષા (Exam) દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા પરીક્ષાનું સંચાલન શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણમાં થાય અને પરિક્ષાર્થીઓ ભયમુકત વાતાવરણમાં પરીક્ષા થાય તે માટે પરીક્ષા કેન્દ્રો આયોજન કરવામાં આવ્યું છે. 1,497 જગ્યા માટે 2 લાખ 80 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. કુલ 1105 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 

જ્યારે મહેસાણા (Mahesana) જિલ્લામાં સિનિયર કલાર્ક (Senior Clerk) વર્ગ-૩ની પરીક્ષા જિલ્લાના 62 કેન્દ્રો પર યોજાનાર છે. જેમાં પરીક્ષા સ્થળની આજુબાજુના 200 મીટરના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ, ઝેરોક્ષ મશીનો બંધ રાખવા સહિતના વિવિધ આદેશ કરેલ છે. આ ઉપરાંત ચોરી ગણાય તેવી વસ્તુ કે વિજાણું સાધનો લઇ જવા પર પ્રતિબંધ કરાયો છે.આ આદેશનું પાલન નહિ કરનાર કે તેમાં મદદગારી કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post