• Home
  • News
  • 2021થી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અંતમાં લેવાશે
post

નવું શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાના નિર્ણયની અસર

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 09:56:24

20 એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે 2021થી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી બાદ અને 1 માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં આપવી પડશે.
CBSEના પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ તારીખો નક્કી થઈ શકે છે.


2021 માટે પરીક્ષાની તારીખોની અંતિમ જાહેરાત બોર્ડની શૈક્ષણિક સમિતિની મિટિંગ બાદ કરાશે. શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારથી બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલશે. 2021થી માર્ચને બદલે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે.


બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાતી હોવાથી સ્થાનિક સ્કૂલોને પરીક્ષાનું આયોજન કરવામાં મુશ્કેલી થઈ શકે છે. કારણ કે ઘણી સ્કૂલોમાં બોર્ડનું કેન્દ્ર અને ઘણી સ્કૂલોના શિક્ષકોને સુપરવાઇઝર તરીકેની નિમણૂક આપવામાં આવે છે. તમામ બાબતોને ધ્યાને લઇને 31 માર્ચ પહેલા પરીક્ષા પુરી કરવી શક્ય નથી. તેથી બોર્ડે પોતાની પરીક્ષા સીબીએસઇની તારીખોની સમાંતર આયોજિત કરવી પડશે.


80
ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપવા દેવાય
બોર્ડે નિર્ણય લીધો છે કે પરીક્ષા માટે 80 ટકા હાજરી ફરજિયાત છે. વિદ્યાર્થીની હાજરી 80 ટકાથી ઓછી હશે તો તે ખાનગી ઉમેદવાર તરીકે પણ પરીક્ષા આપી શકશે નહીં. પહેલા હાજરી 80 ટકાથી ઓછી હતી તેઓ ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકતા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post