• Home
  • News
  • 1 હજારનો દંડ ચૂકવનારાનાં બહાનાં, માસ્ક પહેરવાથી શ્વાસ ચડે છે, પરસેવો થાય છે, 484 લોકો પાસેથી 4.84 લાખનો દંડ વસૂલાયો
post

શહેરભરમાં માસ્ક નહીં પહેરનારાઓને દંડવા માટે 141 ટીમો કાર્યરત કરાઈ, સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 89 લોકો ઝડપાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-12 09:46:55

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માસ્ક નહીં પહેરવા બદલ 1 હજારના દંડની જાહેરાત કર્યા બાદ બીજા દિવસે મ્યુનિ.એ ઝુંબેશ શરૂ કરી હતી. માસ્ક નહીં પહેરનારા સંખ્યાબંધ લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. સૌથી વધુ દંડ પુરુષોને થયો છે, મોટાભાગની મહિલાઓ દુપટ્ટા બાંધીને જતી હોવાના કારણે દંડમાંથી બચી શકી છે.

જે લોકોને દંડ થયો છે તેમાંથી મોટાભાગના લોકોએ માસ્ક નહીં પહેરવાના આ ત્રણ કારણો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં મોટાભાગના લોકોએ માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે, માસ્કમાં પરસેવો થાય છે એવા બહાના બતાવ્યા હતા. જ્યારે પાન-મસાલા ખાઈને થૂંકવાવાળા લોકો પણ માસ્ક પહેરતા નહીં હોવાનું અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે.

માસ્ક નહીં પહેરનારા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનારા શોપિંગ એકમો સામે કાર્યવાહી કરવા માટે સોલિડ વેસ્ટ વિભાગની 141 ટીમો સાતેય ઝોનમાં મૂકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 9 અને 10 ઓગસ્ટે માસ્ક નહીં પહેરનારા 1269 લોકો પાસેથી 6.34 લાખનો દંડ વસૂલાયો હતો. જેની સામે મંગળવારે એક જ દિવસમાં 4.34 લાખનો દંડ લેવાયો છે. દંડની રકમમાં વધારો થતાં માસ્ક નહીં પહેરનારા લોકો પણ માસ્ક પહેરતા થયા હોવાનું મ્યુનિ.અધિકારીઓનું કહેવું છે. સૌથી વધુ 89 હજાર દંડ દક્ષિણ ઝોનમાંથી વસૂલ કરાયો હતો.

મહિલાઓ કરતાં પુરુષો વધુ દંડાયા

ઝોન

કેસ

દંડની રકમ

પૂર્વ

63

63,000

પશ્ચિમ

68

68,000

ઉત્તર

62

62,000

દક્ષિણ

89

89,000

મધ્ય

76

76,000

ઉ. પશ્ચિમ

58

58,000

દ. પશ્ચિમ

68

68,000

કુલ

484

4.84 લાખ

 

adv

Related News

post
post
post
post
post
post
post