• Home
  • News
  • CJI બોબડેએ કહ્યું- ગુનાખોરી ઓછી થઈ; સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં રોજ 205 કેસ આવતા હતા, એપ્રિલમાં કુલ 305 કેસ નોંધાયા
post

ચીફ જસ્ટિસનું કહેવું છે કે મહામારીથી જનતાની સુરક્ષામાં પ્રશાસન સક્ષમ પણ જરૂર પડશે તો દખલગીરી કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-28 11:54:03

નવી દિલ્હી: કોરોનાની સ્થિતિ પર ચીફ જસ્ટિસ એસએ બોબડેનું કહેવું છે કે હાઈ કોર્ટના જજ આરામ નથી કરતા પણ કેસનો નિવેડો લાવી રહ્યા છે. અમે વર્ષમાં 210 દિવસ કામ કરીએ છીએ. જો કે, કોર્ટમાં આવતા કેસ ઓછા થયા છે. સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં દર દિવસે 205 કેસ નોંધાતા હતા પણ એપ્રિલમાં ઈ-ફાઈલિંગ દ્વારા અત્યાર સુધી કુલ 305 કેસ જ આવ્યા છે. આવું એટલા માટે થયું છે કારણ કે ઘટનાઓ બની રહી નથી. ચોરીના કેસ નથી બની રહ્યાં, ગુનાખોરીમાં ઘટાડો થયો છે. પોલીસની કાર્યવાહી પણ ઘટી ગઈ છે.
સંકટ વખતે સંસદ, કોર્ટમાં તાલમેલ જરૂરીઃCJI
બોબડેના કહ્યાં પ્રમાણે, આપત્તિ કે મહામારીને સંભાળવામાં અધિકારી સક્ષમ છે. કોરોના સંકટ સામે કોર્ટ કેવી રીતે નિવેડો લાવી રહી છે, આ મુદ્દા પર સોમવારે પ્રેસ સાથે વાતચીતમાં CJIએ માણસ, ધન અને જરૂરી વસ્તુઓની પ્રાથમિકતા નક્કી કરવા પર જોર આપ્યું છે. તેમણે કહ્યું કે, સંકટ સમયે સંસદ, તંત્ર અને કોર્ટે તાલમેલ સાથે કામ કરવું જોઈએ. 

સરકારને જરૂરિયાતમંદોને રહેવા જમવાની વ્યવસ્થાના આદેશ આપ્યા
જનતાના અધિકારોની રક્ષા માટે ન્યાયપાલિકાની ભૂમિકા અંગે CJIએ કહ્યું કે, આમા કોઈ શંકા નથી કે તંત્રના લોકોનો જીવ જોખમમાં મુકવાની છૂટ આપવામાં આવતી નથી. જ્યારે પણ આવું થશે તો કોર્ટ દખલગીરી કરશે. અમે સરકારને કહ્યું કે, જરૂરિયાતમંદોને રહેવા, જમવા અને કાઉન્સલિંગની સુવિધા આપવામાં આવે. 

પ્રવાસી મજૂરોમા કેસમાં જે પણ શક્ય હતું કર્યું
કોરોના સંકટ દરમિયાન સરકારની લાઈન પર ચાલવાના આરોપો અંગે સીજેઆઈએ કહ્યું કે, કોરોનાના તમામ કેસમાં સરકારને પુછી ચુક્યા છીએ કે અત્યાર સુધી કેવા પગલા લીધા? પ્રવાસી મજૂરોના કેસમાં મહત્વની માહિતી માંગવામાં આવી હતી. આ વિચારાધીન મામલો છે પણ જે શક્ય હતું અમે કર્યું. 

 ‘વીડિયો કોન્ફરન્સ કોર્ટનું સ્થાન ન લઈ શકે
 
કોર્ટમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી અંગે સીજેઆઈએ કહ્યું કે, સંકટના આ સમયમાં સુપ્રીમ કોર્ટથી જેટલું બની શકે એ કરવામાં આવી રહ્યું છે. વીડિયો કોન્ફરન્સ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા એક વિકલ્પ છે પણ આ વ્યવસ્થા કોર્ટને રિપ્લેસ ન કરી શકે.