• Home
  • News
  • ફાફ ડુપ્લેસિસ RCBનો કેપ્ટન બન્યો:ફ્રેન્ચાઈઝી ટૂંક સમયમાં નિર્ણય લેશે, કોહલીએ પણ તેને ગ્રીન સિગ્નલ આપ્યું
post

કોહલી 2013મી સિઝનમાં RCBના કેપ્ટન રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તે એકપણ IPL ટાઈટલ જીતી શક્યો નહોતો.

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-08 11:14:06

વિરાટ કોહલી, રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટેસ્ટ રમ્યા પછી વિરાટ કોહલી હવે IPLમાં ફાફ ડુપ્લેસિસ હેઠળ રમતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે રોયલ ચેલેન્જર બેંગ્લોરે પોતાના નવા કેપ્ટનની પસંદગી કરી લીધી છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાફ ડુપ્લેસિસને ટૂંક સમયમાં કેપ્ટન તરીકે પસંદ કરી શકાય છે.

ડુપ્લેસિસનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. તેની સાથે ગ્લેન મેક્સવેલનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ છેવટે ફાફ ડુપ્લેસિસને ટીમની કમાન મળશે એ લગભગ નક્કી જ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના નામની પસંદગી કરી લીધી છે.

આ કારણોસર ફાફ શ્રેષ્ઠ કેપ્ટન રહેશે
ફાફ ડુપ્લેસિસને T20 સ્પેશિયલિસ્ટ માનવામાં આવી રહ્યો છે. તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દ.આફ્રિકાની કમાન પણ સંભાળી ચૂક્યો છે. તેવામાં SA માટે તેણે 37 T20 મેચમાં કેપ્ટનશિપ કરી છે, જેની 23 મેચ તેણે જીતી છે જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 ટાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ફાફનો વિનિંગ રેટ 63.51% રહ્યો છે. વળી ગ્લેન મેક્સવેલ શરૂઆતી મેચ રમી શકશે નહીં.

વિરાટે કેપ્ટનશિપ છોડી
વિરાટ કોહલીએ હત વર્ષે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશિપ છોડ્યા પછી RCBની કમાન પણ છોડી દીધી છે. વિરાટે આની પાછળનું કારણ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તમને જણાવી દઈએ કે કોહલી 2013મી સિઝનમાં RCBના કેપ્ટન રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તે એકપણ IPL ટાઈટલ જીતી શક્યો નહોતો.

ગત IPLમાં 45.21ની એવરેજથી રન કર્યા
ફાફ ડુપ્લેસિસે ગત વર્ષે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા 16 મેચમાં 45.21ની એવરેજથી 633 રન કર્યાહતા. વળી અત્યારસુધી 100 મેચમાં 34.94ની એવરેજથી 2935 રન કર્યા છે.