• Home
  • News
  • જમાલપુરના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે SVP હોસ્પિટલમાં લેડી ડોક્ટરની છેડતી કરતા તમાચો પડ્યો, ફેક મેસેજ વાયરલ
post

સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 11:44:26

અમદાવાદ: જમાલપુર- ખાડિયાના પૂર્વ ધારાસભ્યએ એલિસબ્રિજમાં આવેલી SVP હોસ્પિટલમાં દારૂના નશામાં ધૂત થઈ અને લેડી ડોક્ટરની છેડતી કરતા ડોક્ટરે તમાચો માર્યો હતો. હોબાળો થતા ભૂષણ ભટ્ટે માફી માંગી ગાડીમાં બેસતા હું એને નહિ છોડું. આવા ખોટા મેસેજ વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભૂષણ ભટ્ટના ધ્યાને આ બાબત આવતા ખોટા મેસેજ વાયરલ કરી બદનામ કરનાર શખ્સ સામે કાર્યવાહી કરવા ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે.


ભૂષણ ભટ્ટે અરજીમાં જણાવ્યું કે, વોટ્સએપમાં લેડી ડોક્ટરની છેડતીનો મેસેજ મળ્યો હતો
ભૂષણ ભટ્ટે ખાડિયા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેઓને મોબાઇલ પર વોટ્સએપમાં મેસેજ મળ્યો હતો કે SVP હોસ્પિટલમાં લેડી ડૉકટર સાથે અડપલાં કર્યા તો ડૉકટરે તેમને તમાચો મારી જવાબ આપ્યો હતો. જોકે, હોબાળો થતાં તેમણે ડોકટરની માફી માંગી અને ગાડીમાં બેસતા હું નહીં છોડું તેવું બોલ્યા હતા. મીડિયામાં આ વાત જાહેર નહિ કરે. કોરોના પેશન્ટની ખબર કાઢવા જતાં ડોકટરે મને ના પાડતા દારૂ પીધેલી હાલતમાં મેં આવું વર્તન કર્યું હતું. તેવું જાણવા મળ્યું છે.


જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતિ: ભૂષણ ભટ્ટ
ભૂષણ ભટ્ટે અરજીમાં કહ્યું હતું કે, હું SVP હોસ્પિટલમાં ગયો જ નથી. મને પણ ખબર છે કોરોના પેશન્ટને મળવા દેતા નથી. આપ SVP હોસ્પિટલમાં તપાસ કરી આ ક્યાં ડોકટર સાથે આવું વર્તન થયું છે અને ખાસ આ વાયરલ થયેલા ફોટોની તપાસ કરવી અને જો હું દોષી હોઉં તો મારી સામે યોગ્ય કાર્યવાહી કરવી વિનંતિ છે. જાહેર જીવનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવાનું ષડ્યંત્ર થયું છે. ત્વરીત તપાસ કરાવી જે કોઈ દોષીત હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

adv

Related News

post
post
post
post
post
post
post