• Home
  • News
  • દિલ્હીમાં હિંસા પર ખેડૂતોનો આક્ષેપ:ખેડૂત નેતાએ કહ્યું- પંજાબી એક્ટર દીપ સિદ્ધુએ દેખાવકારોને ઉશ્કેર્યા અને તેમને લાલ કિલ્લામાં લઈ ગયો
post

પંજાબી એક્ટર દીપ સિદ્ધુએ ઝંડો ફરકાવ્યાની વાત સ્વીકારી, પરંતુ ખેડૂતોને ઉશ્કેર્યાનો આક્ષેપ ફગાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 09:36:38

દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલકિલ્લા પર થયેલા હિંસાનો આક્ષેપ ખેડૂત સંગઠનોએ પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર લગાવ્યો છે. દરમિયાન દીપ સિદ્ધુએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, લાલ કિલ્લા પર તેણે જ ઝંડો ફરકાવ્યો હતો. ભારતીય કિસાન યુનિયનના નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ આક્ષેપ કર્યો છે કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા પર જવાનો કોઇ કાર્યક્રમ ન હતો. દીપ સિદ્ધુએ ખેડૂતોને ઉશ્કેર્યા અને આઉટર રિંગ રોડ પરથી લાલ કિલ્લા પર લઇ ગયો. ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલ ધાર્મિક આંદોલન નથી.

દરમિયાન દીપ સિદ્ધુએ કહ્યું હતું કે લાલ કિલ્લા પર ઝંડો તેણે જ ફરકાવ્યો છે. પરંતુ પોતોના પર લાગેલ ખેડૂતોને ઉશ્કેરવાનો આક્ષેપ ફગાવી દીધો છએ. તેણે કહ્યું કે, કેટલાક સંગઠનોના નેતાઓને નક્કી કરેલ રૂટને ફોલો ન કરવાની વાત પહેલા જ કરી હતી, પરંતુ ભારતીય કિસાન યુનિયનને આ વાતને નકારી કાઢી.

ખાલિસ્તાની સમર્થક હોવાનો આક્ષેપ NIAએ આપ્યો
દીપ સિદ્ધુ ખેડૂત આંદોલનમાં સતત બે મહિનાથી સક્રિય છે. થોડા દિવસ પહેલા દીપને શિખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંબંધોને લઇને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ નોટિસ પણ મોકલી હતી. દીપે ગત વર્ષે આંદોલન દરમિયાન કિસાન યુનિયનની લીડરશીપને લઇને સવાલ ઉભા કર્યા હતાં. આ દરમિયાન તેણે શંભુ મોર્ચા નામથી નવું ખેડૂત સંમેલન જાહેર કર્યું હતું. ત્યારે તેના મોર્ચાને ખાલિસ્તાન સમર્થિત ચેનલોએ સમર્થન આપ્યું હતું.

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેના ફોટો વાયરલ
ગત લોકસભા ચૂંટણીમાં દીપ સિદ્ધુએ ગુરદાસપુર બેઠક પરથી ભાજપ સાંસદ અને બોલીવુડ અભિનેતા સન્ની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. દીપ સિદ્ધુ ભાજપની નજીક હોવાની વાતને લાઇને સોશિયલ મીડિયા પર તેની વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સાંસદ સની દેઓલ સાથેની તસવીરો વાયરલ થઇ રહી છે. કીર્તી કિસાન યુનિયનના ઉપઅધ્યક્ષ રજીન્દર સિંહ દીપસિંહવાલાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર શરૂઆતથી જ ખેડૂત આંદોલનને સાંપ્રદાયિક રંગ આપવા ઇચ્છતી હતી. દીપ સિદ્ધુ તેમની સારી સેવા કરી છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post