• Home
  • News
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આડમાં ઝરવાણી સહિત 12થી વધુ ગામના ખેડૂતોની જમીનમાં 135ની એન્ટ્રી પાડી દેવાતાં વિરોધ
post

ગરુડેશ્વર તાલુકાનાં 12 ગામના 2293 સર્વે નંબર ધરાવતા 6285 ખાતેદારને આવરી લઈ બારોબાર 135ની એન્ટ્રી પાડી દેવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-04 10:35:12

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક આવેલા ઝરવાણી સહિતના 12થી વધુ ગામના તલાટી દ્વારા ખેડૂત ખાતેદારોની જમીનમાં કાચી એન્ટ્રી પાડી દેવાતાં સરકાર હવે અમારી જમીનો પચાવી પાડશે તેવી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે.

ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી,ઝરવાણી,ગોરા સહિતનાં 12 ગામોમાં ખેડૂતોની જમીનમાં જાણબહાર બારોબાર કાચી એન્ટ્રી પાડતાં ગ્રામજનો રોષે ભરાયા છે. સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. જો આ કાચી એન્ટ્રી રદ નહીં કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.

આ મામલે સાંસદ મનસુખ વસાવા, કલેકટર ડી.એ.શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારી રાજપીપલાને પણ આવેદનપત્ર આપ્યું નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનો એ આ વિસ્તારને ઇકો સેન્સેટિવ જાહેર કરીને આ વિસ્તારમાં લોકો ની જમીન સરકાર પચાવી પાડેશે તેવી દહેશત છે અને સાથે આ વિસ્તાર ના ગ્રામજનો જમીન વિહાણો થઈ જસે તો સરકારે તાત્કાલિક કાચી એન્ટ્રી રદ કરવી જોઈએ.

જંગલ વિસ્તારમાં આવતા ગામોને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કર્યો છે. તો કાચી એન્ટ્રી કેમ પડી તેવો લોકોએ સવાલ કર્યો છે. લોકો તેમની સમસ્યા લઈને સાંસદ મનસુખ વસાવાના ઘરે પહોંચી જતા સાંસદે આ મામલે રાજ્ય સરકાર અનેે કેન્દ્ર સરકારમાં રજુઆત કરી આ વિસ્તારના આદિવાસી લોકો ને ન્યાય આપાવવાની ખાત્રી આપી છે.

આ મામલે સરકાર સામે લડવા પણ હું તૈયાર છું
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું- કાચી એન્ટ્રી કેમપાડવામાં આવી છે તે અંગે હું કલેકટર અને સરકારને પૂછીશ. માનવ વસ્તી કે જ્યાં લોકો રહેતા હોઈ ત્યાં કોઈને પણ ડિસ્ટર્બ ન કરવા જોઈએ. પાંચ વર્ષ પહેલાં પણ મેં સરકારમાં લખ્યું હતું. આ વર્ષે પણ હું ભારત સરકાર અને રાજ્ય સરકારમાં લખીશ. સ્થાનિકો માટે સરકાર સામે લડવાનું થશે તો પણ હું લડી લઈશ.

હાલમાં માત્ર કાચી એન્ટ્રી જ પડી છે
ગરુડેશ્વરના નાયબ મામલતદાર મેહુલ વસાવાએ કહ્યું- હાલ કાચી એન્ટ્રી પાડી છે. પાકી એન્ટ્રી થાય છે કે નહીં તે નિર્ણય તો સરકારનો જ રહેશે. કેન્દ્ર સરકારે 5 મેં 2016 માં ગેઝટ પ્રસિદ્ધ કરી આ વિસ્તારને ઇકો સેન્ટસીવ ઝોન જાહેર કર્યો છે. લોકોની જમીન- ઘરને કશું નહીં થાય.

લોકોનો વિરોધ ન થાય એ માટે પંચાયતને મોડી નોટિસ આપી
ઝરવાણી ગામના આગેવાન સોમાભાઈ વસાવાએ કહ્યું- ગ્રામપંચાયતોના રેકર્ડ પર ખેડૂતની જમીનમાં 135ની એન્ટ્રી પડી છે તેેનો અમે વિરોધ કરીએ છે. મૉખડી ગોરા, ઝરવાણી ગ્રામ પંચાયતના ગ્રામજનો ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરીએ છે.વિરોધ ન થાય એટલે પંચાયતને નોટિસ મોડી મોકલી હતી. ઇકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કરીએ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post