• Home
  • News
  • ખેડૂત આંદોલનનો 43મો દિવસ:ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢશે, દાવો-60 હજાર ટ્રેક્ટર સામેલ થશે
post

કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂત 26 નવેમ્બરથી દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યાં છે. સિંધુ બોર્ડરની આ તસવીર બુધવારે લેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 09:22:11

કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનનો આજે 43મો દિવસ છે. ખેડૂત આજે દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢશે. તેમનો દાવો છે કે આ માર્ચમાં 60 હજાર ટ્રેક્ટર સામેલ થશે. આ માર્ચ સિંધુ બોર્ડરથી ટિકરી, ટિકરીથી શાહજહાંપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢવામાં આવશે.

26 જાન્યુઆરીએ ખેડૂત પરેડની તૈયારી
ખેડૂતોનું કહેવું છે કે સરકાર માગ નહીં સ્વીકારે તો 26 જાન્યુઆરીએ પણ ટ્રેક્ટર પરેડ યોજાશે. આજની માર્ચ તેનું જ ટ્રેલર હશે. હરિયાણાના ખેડૂત સંગઠનોએ દરેક ગામમાંથી 10 મહિલાઓને 26 જાન્યુઆરી માટે દિલ્હી બોલાવ્યા છે.
આ જ અપીલ UPના ખેડૂતોની છે. ગણતંત્ર દિવસ પર ટ્રેક્ટર માર્ચનું નેતૃત્વ મહિલાઓ જ કરશે. હરિયાણાની લગભગ 250 મહિલાઓ ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

ખેડૂતોની સરકાર સાથે 8 જાન્યુઆરીએ વાતચીત
ખેડૂતો અને સરકાર વચ્ચે 4 જાન્યુઆરીએ યોજાયેલી મીટિંગનું કોઈ પરિણામ નહોતું આવ્યું. અને તેના માટે હવે પછીની તારીખ 8 જાન્યુઆરી નક્કી થઈ હતી. આગામી મીટિંગમાં કૃષિ કાયદાને પાછા લેવા અને એમએસપી માટે અલગ કાયદો બનાવવાની માંગ અંગે વાત થશે. અહીં 9માં વખતની બેઠક યોજાશે. આ પહેલા માત્ર 7 વખતની મીટિંગમાં ખેડૂતોની 2 માગ પર સહમતિ બની શકી હતી, બાકી તમામ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નહોતું.

સુપ્રીમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી
કૃષિ કાયદો રદ્દ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સોલિસીટર જનરલ તુષાર મહેતા અને એટર્ન જનરલ કેકે વેણુગોપાલને કહ્યું કે, સ્થિતિમાં કોઈ સુધારો નથી થયો. સાથે જ કહ્યું કે, ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ. હવે 11 જાન્યુઆરીએ સુનાવણી થશે. તો પંજાબના સીએમ અમરિંદર સિંહે પણ કૃષિ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની વાત કહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post