• Home
  • News
  • વિમાનોના રાઉન્ડથી લોકોમાં ભય:પાકિસ્તાન બોર્ડર નજીક ભચાઉમાં વિમાનોનાં ચક્કરથી ગામલોકોમાં ભય, સરપંચે પોલીસને જાણ કરી
post

સરપંચ સહિતના લોકોએ વિડિયો ઉતાર્યો, ચોક્સાઈ કરતાં વિમાનો ભારતીય વાયુસેનાનાં હોવાનું સામે આવ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 11:39:16

ભચાઉ તાલુકાના તેમજ ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ચોબારી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. નીચી ઊંચાઈ પર વિમાનોનાં ચક્કર અને અવાજોથી ગામલોકોમાં ભય પ્રસર્યો હતો. ગામના ડરેલા લોકોએ સરપંચને જાણ કરતાં આખરે સરપંચે ભચાઉ પોલીસને જાણ કરી હતી.

ખૂબ નીચે ઊડતાં વિમાનોથી ગ્રામજનોમાં ભયનો માહોલ હતો
ગઈકાલે સરહદી ચોબારી ગામ ઉપર વિમાનોનાં ચક્કર લાગતાં ગામલોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ચોબારી ગામમાં ખૂબ નીચે ઊડી રહેલાં વિમાનોને કારણે લોકોમાં ભય હતો, જેને કારણે ગામના સરપંચે ભચાઉના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને જાણ કરી હતી. બાદ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ગામ ઉપર રાઉન્ડ લગાવતાં વિમાનો ભારતીય વાયુસેનાનાં હોવાની ખાતરી થતાં ચોબારી ગામના લોકોમાં થોડો હાશકારો થયો હતો, પરંતુ હજુ સુધી કારણ જાણવા મળ્યું હતું કે આ વિમાનો શા કારણે ચોબારી અને આજુબાજુના વિસ્તારોમાં ખૂબ નીચી ઊંચાઈથી ચક્કર મારી રહ્યાં હતાં.

વિડિયો-ફોટોની ચોક્સાઈ કરતાં વિમાનો ભારતીય વાયુસેનાનાં જણાયાં
સરહદી ચોબારી ગામના સરપંચ વેલજીભાઈ આહીરે જણાવ્યું હતું કે વિમાનોનાં ચક્કર લગાવવાથી ગામના કેટલાક લોકોનાં મને ફોન પણ આવ્યા હતા. તેમણે મને જણાવ્યું હતું કે લોકો ભયમાં મુકાયા છે. ત્યારે અમે આ વિમાનોના વિડિયો-ફોટો લઈ ચોક્સાઈ કરતાં એ ભારતીય વાયુસેનાનાં હોવાનું જાણવા મળ્યું હતું.(તસવીર અને અહેવાલ: ધનસુખ સોલંકી, ભચાઉ).

 

adv

Related News

post
post
post
post
post
post
post